માધુરી દીક્ષિતને પણ નેગેટિવ કોમેન્ટ્સ સાંભળવી પડી હતી
મુંબઇ, અભિનેત્રી માધુરી દીક્ષિત ૮૦ અને ૯૦ના દાયકાની સુપરસ્ટાર અભિનેત્રી રહી ચુકી છે. તેના ડાન્સિંગ અને સુંદરતાના કારણે આજે પણ કોઈ તેનું સ્થાન લઈ શક્યું નથી. પરંતુ એક સમય એવો હતો જ્યારે માધુરી દીક્ષિતને પણ કહેવામાં આવ્યું હતું કે, તે હિરોઈન જેવી નથી લાગતી.
આ વાતનો ખુલાસો ખુદ માધુરી દીક્ષિતે કર્યો છે. જાે કે, પાછળથી તે સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક બની અને તેણે તેની કારકિર્દીમાં એક પછી એક હિટ ફિલ્મો આપી. એક ઈન્ટરવ્યુમાં માધુરી દીક્ષિતે જણાવ્યું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરતી વખતે તેણે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
તેણે કહ્યું, ‘લોકો કહેતા હતા કે હું હિરોઈન જેવી નથી લાગતી કારણ કે ત્યારે હું એક યંગ યુવતી હતી, જે મહારાષ્ટ્રીયન હતી અને નાની હતી. હિરોઈન કેવી હોવી જાેઈએ તે અંગે દરેકના મનમાં એક અલગ છાપ હતી. મારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. મારી માતા ખૂબ જ મજબૂત મહિલા હતી.
તેમણે મને કહ્યું કે, તું સારું કામ કર, તને ચોક્કસ ઓળખ મળશે. મેં હંમેશા તેમનું સૂચન સ્વીકાર્યું. તેમણે કહ્યું હતું કે, ‘જાે તમને સફળતા મળશે તો બાકી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. માધુરી દીક્ષિતે તાજેતરમાં વેબ સિરીઝ ધ ફેમ ગેમ દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું હતું.
આ સિરીઝમાં તેની સાથે સંજય કપૂર પણ છે. આઠ એપિસોડની આ શ્રેણીમાં માધુરી દીક્ષિત એક સુપરસ્ટાર અભિનેત્રીની ભૂમિકા ભજવે છે જે અચાનક ગાયબ થઈ જાય છે. ફિલ્મ નિર્માતા શ્રી રાવે આ શોનું નિર્માણ કર્યું છે. આ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે.
માધુરી દીક્ષિત, સંજય કપૂર ઉપરાંત, તેમાં માનવ કૌલ, લક્ષવીર સરન, સુહાસિની મુલે અને મુસ્કાન જાફરી પણ છે. તમને જણાવી દઈએ કે, માધુરી દીક્ષિતે ૧૯૮૪માં ફિલ્મ અબોધથી અભિનયની શરૂઆત કરી હતી. જાેકે, માધુરી દીક્ષિતને ૧૯૮૮માં આવેલી ફિલ્મ ‘તેઝાબ’થી ઓળખ મળી હતી.
આ ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર પણ હતો. આ પછી, તે દિલ તો પાગલ હૈ, મૃત્યુ દંડ, લજ્જા, હમ આપકે હૈ કૌન, દેવદાસ, કોયલા, અંજામ, સાજન, હમ તુમ્હારે હૈ સનમ સહિત ઘણી હિટ ફિલ્મોમાં જાેવા મળી હતી. આજે પણ લોકો માધુરી દીક્ષિતના ડાન્સના દિવાના છે.SSS