માધુરી દીક્ષિતે ગુજરાતમાંથી સ્વાદિષ્ટ વિદાય લીધી
મુંબઈ, ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં બોલિવુડની ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિત ગુજરાતમાં હતી. માધુરી આગામી ફિલ્મ ‘મેરે પાસ મા હૈ’નું શૂટિંગ કરી રહી હતી. શૂટિંગ માટે ગુજરાત આવેલી માધુરીએ મન ભરીને ગુજરાતી ભોજનનો આનંદ લીધો હતો.
હાલ તો માધુરી શૂટિંગ પૂરું કરીને મુંબઈ પાછી આવી ગઈ છે પરંતુ તેની દાઢમાં ગુજરાતી વાનગીઓનો સ્વાદ રહી ગયો છે અને એટલે જ મુંબઈ જઈને પણ તેને ગુજરાતી ભાણું યાદ આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી માધુરી દીક્ષિતે પોતાની એક તસવીર શેર કરી હતી. જેમાં તેની સામે ગુજરાતી થાળી મૂકેલી જાેઈ શકાય છે. તેના હાથમાં પુરી અને શાકનો કોળિયો પણ છે.
માધુરી સામે પીરસેલી થાળીમાં પુરી, શ્રીખંડ, કઢી, બટાકાની સૂકીભાજી, ખમણ, અન્ય બે શાક, સલાડ જેવી વાનગીઓ અને છાશનો ગ્લાસ છે. માધુરીએ ખાવાની શરૂઆત કરતાં પહેલા આ તસવીર ક્લિક કરાવી હશે તેવું લાગી રહ્યું છે. આ તસવીર શેર કરતાં માધુરીએ લખ્યું, “સ્વાદિષ્ટ વિદાય હતી. આવજાે. ફરી મળીએ ત્યાં સુધી.
આ પહેલીવાર નથી જ્યારે માધુરીએ ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હોય. ગત અઠવાડિયે પણ માધુરી ગુજરાતમાં હતી ત્યારે પણ તેણે ગુજરાતી ભોજન ખાધું હતું. માધુરીએ પીરસેલી થાળી સાથે એક વિડીયો શેર કર્યો હતો અને ગુજરાતી ભોજનનો સ્વાદ લેતાં લેતાં ડાન્સ પણ કર્યો હતો.
માધુરીએ આ વિડીયો શેર કરતાં લખ્યું હતું, ભોજન-પ્રેમ. જ્યારે ગુજરાતમાં હો ત્યારે, ગુજરાતી થાળી. સોમવારે એક્ટ્રેસ ફિલ્મના શૂટિંગ માટે પંચમહાલ જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે પહોંચી હતી.
આ દરમિયાન તેની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. તેને જાેવા માટે ઉમટેલા લોકોને જાેઈને માધુરી દીક્ષિતે હાથ હલાવીને તેમનું અભિવાદન કર્યું હતું. સોમવારે માધુરીએ પાવાગઢમાં આવેલા રોપ-વેમાં બેસીને શૂટિંગ કર્યું હતું, જેના કારણે રોપ-વે સેવાને અસર પહોંચી હતી. જ્યાં સુધી શૂટિંગ ચાલ્યુ ત્યાં સુધી રોપ-વે સેવા બંધ રાખવામાં આવી હતી. એક્ટ્રેસની ફિલ્મનું પાવાગઢમાં ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું.SSS