માનવજ્યોત સંસ્થા ભુજનાં કુંડા-ચકલીઘરો ઠેર-ઠેર લટકતા જાેવા મળે છે

જીવદયાનું કાર્ય શહેરો ગામોમાં પહોંચ્યું છે.
ભુજ:સખત ગરમી અને બળબળતા તાપ વચ્ચે લોકો અબોલા પશુ-પક્ષીઓની સેવા કરતા જાેવા મળી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ્યા પશુ-પક્ષીઓને પીવા પાણી મળે એ માટે જાગૃત નાગરિકો અને જીવદયા પ્રેમીઓ ઠેર-ઠેર જીવદયાનું કાર્ય કરતા જાેવા મળી રહ્યા છે.લખપત,અબડાસા, નખત્રાણા ત્રણે તાલુકાઓનાં ઘણા ગામોમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કુંડા-ચકલીઘરો લટકાવવામાં આવ્યા છે. લોકોએ વૃક્ષો ઉપર કુંડા-ચકલીઘર લટકાવી પક્ષીઓ માટે પીવાનાં પાણીની વ્યવસ્થાઓ ઉભી કરી જીવદયાનું અતિ ઉત્તમ કાર્ય કર્યું છે.
માનવજ્યોત સંસ્થા ભુજનાં કુંડા-ચકલીઘર આજે કચ્છભરમાં ઠેર-ઠેર લટકતા જાેવા મળી રહ્યા છે.રોટરી કલબ ઓફ ભુજ, જાયન્ટસ ગ્રુપ ઓફ-ભુજ, જાયન્ટસ ગ્રુપ સાહેલી, દિનબંધુ-ગાંધીધામ, પર્યાવરણ જાગૃતિ ગ્રુપ-કોઠારા, ધાણેટી, મમુઆરા, પદ્ધર, મુન્દ્રા, કોઠારા, નરા, માધાપર, માનકુવા ગામો-સંસ્થાઓ માનવજ્યોત સાથે જાેડાતાં જીવદયાનું કાર્ય કચ્છનાં શહેરો-ગામોમાં પહોંચી રહ્યું છે.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, રમેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જાેશી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, દિપેશ શાહ, મુરજીભાઇ ઠક્કર, કરસનભાઇ ભાનુશાલી, રફીક બાવા તથા કાર્યકરોની ટીમ વ્યવસ્થા સંભાળી રહેલ છે.