માનવ તસ્કરીઃ એક મોટી સમસ્યા
માનવ તસ્કરીનો શિકાર થયેલી ર૬ ટકા મહિલાઓ દેહ વેપારમાં બાળપણમાં જ ધકેલી દેવાય છે : મહિલાઓ જાતીય શોષણનો શિકાર
માનવ તસ્કરીના મામલા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. દેશના અનેક રાજ્યોમાં તો આ સમસ્યા ખુબ ગંભીર બની ચુકી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં માનવ તસ્કરીની સ્થિતિ સૌથી દયનીય બનેલી છે. ભારતમાં તસ્કરી કરવામાં આવેલા દરેક પાંચ મામલામાં ત્રણ મામલા બાળકોના રહેલા છે. જે વધારે ચિંતા ઉપજાવે છે.
ઈન્ડિયા સ્પેન્ડના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ર૦ર૦ના આંકડા મુજબ પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે સંખ્યામાં બાળકોના તસ્કરીના કેસ સપાટી પર આવ્યા છે. બંગાળમાં સૌથી વધારે હાલત કફોડી દેખાઈ છે. એટલે કે કુલ મામલામાં ૩૪ ટકા મામલાનો માત્ર બંગાળના રહ્યાં છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે આમાંથી ૮૬ ટકા એટલે કે ર૬૮૭ યુવતિઓ નીકળી છે. વર્લ્ડ વિઝન ઈન્ડિયાના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પ૯ ટકા કિશોરીઓને તસ્કરીથી બચાવી લેવાને લઈને કોઈ માહિતી નથી. ૭ર ટકા લોકોને તો એ અંગે પણ માહિતી નથી કે તેમની મદદ કરી શકે છે. તસ્કરીનો શિકાર થયેલી પ૦ ટકા મહિલાઓ જાતીય શોષણનો શિકાર થઈ રહી છે. ર૬ ટકા મહિલાઓ દેહ વેપારમાં બાળપણમાં ધકેલી દેવામાં આવે છે.
બંગાળમાં એક મોટો હિસ્સો બાંગ્લાદેશ, નેપાળ, ભુટાણ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ અને સિક્કિમ તેમજ આસામની સહરદ સાથે જાેડાયેલા છે. આના કારણે તસ્કરી વધારે સરળ બની જાય છે. રાજસ્થાનમાં પણ હાલત સારી નથી. બંગાળની વાત કરવામાં આવે તો અહીં વર્ષ ર૦ર૦માં ૩૧૧૩ બનાવો બન્યા હતા.
રાજસ્થાનમાં પણ ઓછા તસ્કરીના બનાવો રહ્યાં ન હતા. રાજસ્થાનમાં રપ૧૯ જટલા તસ્કરીના બનાવો બન્યા હતા. ગરીબી અને હતાશાના કારણે કોઈ પણ વ્યક્તિ બિનસુરક્ષિત અનુભવ કરે છે. ગરીબી અને શતાશા લોકોને બિનસુરક્ષિત પ્રવાસ તરફ ખેંચી જાય છે. જ્યાં આ હતાશ અને દુખી લોકો વધારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને માનવ તસ્કરીનો શિકાર થઈ જાય છે. યુવતિઓ અને મહિલાઓ તો દેહ વેપારનો શિકાર થઈ જાય છે. આ આંકડો ર૬ ટકાની આસપાસ રહે છે. પ૦ ટકા કરતા વધારે મહિલાઓ જાતિય શોષણનો શિકાર થઈ જાય છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા દર્શાવે છે કે વર્ષ ર૦ર૦માં ભારતમાં ૧પ૩૭૯ લોકોની તસ્કરી ભારતમાં થઈ હતી. જે પૈકી પ૪ ટકા તો મહિલાઓ હતી. મહિલાઓની ૃસંખ્યા આમાંથી ૪૯૧૧ જેટલી નોંધાઈ છે. આવી જ રીતે ૪૬ ટકા યુવકોની તસ્કરી કરવામાં આવી છે. આ સંખ્યા ૪૧ર૩ જેટલી છે. રિપોર્ટ તસ્કરી માટે જુદા જુદા કારણ દર્શાવે છે.
જે પૈકી એક કારણ લય્નની લાલચ પણ છે. વર્લ્ડ વિઝન ઈન્ડિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેહ વેપાર માટે થતી તસ્કરીમાં મોટા ભાગે પહેલાં લગ્ન કરવાની લાલચ આપવામાં આવે છે. આ મામલા બોયફ્રેન્ડની સાથે ભગાડી દેવાના મામલા સામેલ છે. યુવતીઓને લગ્ન કરવાની અને નોકરી આપવાની લાલચ આપીને ફસાવી દેવામાં આવે છે.
આ દિશામાં વધારે સક્રિયતા સાથે આગળ વધવાની જરૂર છે. કાયદાઓને વધારે કઠોર રીતે લાગુ કરવા અને પોલીસ વધારે ગંભીરતા સાથે આગળ વધે તે જરૂરી છે. શકમંદો પર નજર રાખવાની પણ જરૂર દેખાઈ રહી છે. માનવ તસ્કરી આજની સમસ્યા નથી. વર્ષોથી આ સમસ્યા રહેલી છે. પરંતુ આને રોકી પણ શકાય છે.
આના માટે મજબુત ઈચ્છાશક્તિ અને યોગ્ય કાયદાને અમલી કરવાની જરૂર દેખાઈ રહી છેુ. માનવ તસ્કરીના કેસો કઈ રીતે રોકી શકાય તેને લઈને સંબંધિત વિભાગોમાં ચર્ચા થઈ રહી છે. સાથે સાથે જુદા જુદા રાજ્યો દ્વારા પગલા પણ લેવામાં આવી ચુક્યા છે. પરંતુ આની અસર દેખાઈ રહી નથી. માનવ તસ્કરીનો શિકાર મોટા ભાગે ગરીબ બાળકો અને ગરીબ પરિવાર વધારે બને છે. કારણ કે આવા પરિવારના લોકો તેમના બાળકોને નોકરી અને અન્ય લાલચમાં અન્યત્ર મોકલી દે છે.