માનવ વિજ ડૉક્ટરનો વ્યવસાય છોડી એક્ટર બનવા મુંબઈ પહોંચ્યો

પંજાબમાં જન્મેલો માનવ વિજ વ્યવસાયે ડૉક્ટર છે
માનવ વિજે લુધિયાણા મેડિકલ કોલેજમાંથી હોમિયોપેથીમાં ડિગ્રી લીધા પછી લાંબો સમય ડૉક્ટર તરીકેને પ્રેક્ટિસ કરી
મુંબઈ, આજે બોલિવૂડ ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું ટ્રેલર લૉન્ચ થયું છે. અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં મોહમ્મદ ઘોરીના પાત્રએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. પૃથ્વીરાજમાં એક્ટર માનવ વિજએ મોહમ્મદ ઘોરીનો રોલ કર્યો છે. તો ચાલો જાણીએ કોણ છે એક્ટર માનવ વિજ અને અત્યાર સુધી કઈ-કઈ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે? વર્ષ ૧૯૭૭માં પંજાબમાં જન્મેલો એક્ટર માનવ વિજ વ્યવસાયે ડૉક્ટર છે. માનવ વિજે લુધિયાણા મેડિકલ કોલેજમાંથી હોમિયોપેથીમાં ડિગ્રી લીધા પછી લાંબો સમય ડૉક્ટર તરીકેને પ્રેક્ટિસ કરી.
ત્યારબાદ એક્ટિંગ ક્ષેત્રે ઝંપલાવતા માનવ વિજે ડૉક્ટરના વ્યવસાયને અલવિદા કહી દીધું. વર્ષ ૨૦૦૯માં માનવ વિજે એક્ટ્રેસ મેહર વિજ સાથે લગ્ન કર્યા. માનવ વિજે જાણીતા ટીવી શૉ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’માં જાેયદીપ સાહિલ વીરાનીનું પાત્ર ભજવ્યું હતું. માનવ વિજે ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું અને છેલ્લાં કેટલાંક વર્ષોથી હિન્દી ફિલ્મોમાં એક્ટિંગ કરી રહ્યો છે. માનવ વિજની જાણીતી બોલિવૂડ ફિલ્મો રંગૂન, નામ શબાના, લખનઉ સેન્ટ્રલ, ઈન્દુ સરકાર, રેસ ૨, અંધાધૂંધ, ભારત, લાલ કપ્તાન, ગુંજન સક્સેના અને રુહી છે.
હવે તે ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં મોહમ્મદ ઘોરીના નેગેટિવ રોલમાં જાેવા મળશે. અહીં નોંધનીય છે કે પૃથ્વીરાજ ફિલ્મ ભારતના અંતિમ હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન અને તેમની વીરતાની સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં અક્ષય કુમારે પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા ભજવી છે. અક્ષય સિવાય ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સુદ, માનવ વિજ અને આશુતોષ રાણા મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મથી મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.
शौर्य और वीरता की अमर कहानी… यह है कहानी सम्राट पृथ्वीराज चौहान की ।
Releasing in Hindi, Tamil and Telugu. Celebrate Samrat #Prithviraj Chauhan with #YRF50 only at a theatre near you on 3rd June. pic.twitter.com/rHF24WTyPl— Akshay Kumar (@akshaykumar) May 9, 2022
ફિલ્મને ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ લખી છે અને ડાઈરેક્ટ પણ કરી છે. ફિલ્મનું ટ્રેલર જાેઈને ખબર પડે છે કે તેને અત્યંત ભવ્યતા સાથે બનાવવામાં આવી છે. પ્રથમ જ સીનમાં અક્ષય કુમાર પોતાના પૃથ્વીરાજ ચૌહાણના અંદાજમાં દેખાઈ રહ્યો છે. અક્ષય સિવાય ફિલ્મમાં સોનુ સૂદે ચંદ બરદાઈનું પાત્ર ભજવ્યું છે, માનુષી છિલ્લરે રાજકુમારી સંયોગિતા અને માનવ વિજે ભારત પર હુમલો કરનાર સુલ્તાન મોહમ્મદ ઘોરીનું પાત્ર ભજવ્યું છે. યશરાજ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ૩ જૂન, ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે.SSS