Western Times News

Gujarati News

માનવ સંસાધન મંત્રાલયનું નામ બદલી શિક્ષણ મંત્રાલય કરાયું

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે માવન સંસાધદન મંત્રાલયનું નામ હવે બદલીને શિક્ષણ મંત્રાલય કર્યું છે. મોદી સરકારની કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સરકારે નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપી દીધી છે.  માનવ સંસાધન મંત્રાલયે જ નામ બદલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. નવી શિક્ષણ નીતિમાં પણ ઘરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. જે પ્રમાણે ઉચ્ચ શિક્ષણમાં એક જ રેગ્યુલેટરી બોડી હશે. આમ શિક્ષણ ક્ષેત્રમાં ચાલતી અંધાધૂધીને ખતમ કરવામાં આવશે નવી બોડી નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી ઓથોરિટી તરીકે અથવા હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાશે.

શિક્ષણ નીતિમાં છેલ્લા ત્રણ દાયકાથી કોઈ મોટા બદલાવ કોઈ સરકારે કર્યા નથી. સરકારનું માનવું છે કે, ભારતે નોલેજ સુપરપાવર બનવું હશે તો શિક્ષણ નીતિમાં મોટા બદલાવની જરૂર પડશે. દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જરૂરી છે. જેનાથી પ્રગતિશીલ સમાજનું નિર્માણ થઈ શકે છે. નવી શિક્ષણ નીતિમાં રાષ્ટ્રીય અભ્યાસક્રમનું ફ્રેમવર્ક તૈયાર કરવા પર અને અલગ અલગ ભાષાઓનું જ્ઞાન તેમજ સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂકવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.