માનસિક દિવ્યાંગ બાળકોના કૌશલ્યથી નિર્માણ પામેલી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણકલેક્ટર કચેરી-ખાતે યોજાયુ
૩૦ ઑક્ટોબર સુધી સવારે ૧૧ થી ૪ વાગ્યા સુધી હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ
બી.એમ.ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થના માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી- દિવાળી પર્વ માટે અનેક વસ્તુઓ
“માનસિક અને બૌદ્ધિક રીતે દિવ્યાંગ લોકોને પહેચાન આપવાના પ્રયાસમાં સહભાગી બનીએ ‘’–શ્રી પી.કે.લહેરી
‘’અસામાન્ય લોકોના જીવનમાં આર્થિક ઉજાસ પાથરવાતેમની વસ્તુઓની ખરીદી કરીએ’’- કલેક્ટરશ્રી સંદિપ સાગલે
અમદાવાદની કલેક્ટર કચેરીનાપરિસરમાં દિવાળી પર્વ નિમિત્તે હસ્તકલાનીવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર ૩૦ ઑક્ટોબર સુધી સવારે ૧૧ થી ૪ વાગ્યા સુધી યોજાયું છે.
બી.એમ.ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ દ્વારા માનસિકદિવ્યાંગ બાળકોને રોજગારલક્ષી તાલીમઆપવામાં આવેછે. તેમને આજીવિકા થઈ શકે તેવી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ થઈ શકે તેવા ઉમદા હેતુથી દિવાળી પર્વને અનુલક્ષીને અનેક ચીજ વસ્તુઓ બનાવવામાં આવી છે. જેનું પ્રદર્શન અને વેચાણ આજથી પાંચ દિવસ સુધી કલેકટર ઓફિસ સહિત અન્ય સાત જગ્યાઓ પર યોજવામાં આવ્યું છે.
વેચાણકેન્દ્રને ખુલ્લુ મુકતા ભૂતપૂર્વ મુખ્ય સચિવ, ગુજરાત અને BM ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થના અધ્યક્ષ શ્રી પી કે લહેરીએ જણાવ્યું હતું કે ‘’થોડા દિવસો પહેલા જ માનસિક રીતે ચેલેન્જ ધરાવતા વ્યક્તિઓમાટેના વિશ્વદિવસની ઉજવણી સંસ્થા ખાતે કરવામાં આવી હતી
ત્યારે યોજાયેલા પ્રદર્શનને નિહાળીને જિલ્લા કલેકટરશ્રીએ આવસ્તુઓનુંપ્રદર્શનઅનેવેચાણકેન્દ્ર કલેકટર ઓફિસ અને અન્ય સરકારી ઓફિસોના પરિસરમાં યોજવાની હિમાયત કરી હતી.બી.એમ.ઇન્સ્ટિટ્યૂટ દ્વારા માનસિક રીતે દિવ્યાંગ બાળકોને રોજગારલક્ષી તાલિમ આપીને પગભર કરવાનું માનવતાનું કાર્ય થઈ રહ્યુ છે.
આવા બાળકો અને લોકોને સમાજમાં માનભેર સ્થાન મળે અને તેઓ તેમની સમજણ અનુસાર રોજગારી મેળવી શકે તેવી વસ્તુઓનું ઉત્પાદન કરી રહ્યા છે જેનું વેચાણ થાય તો તેમના પરિવારને આર્થિક સહયોગ મળશે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલેએ જણાવ્યું હતું કે દિવાળીના શુભ પર્વ નિમિત્તે લોકો ઘર સજાવટની અનેક વસ્તુઓ ખરીદતા હોય છે. ત્યારે બી.એમ.ઇન્સ્ટિટ્યૂટઑફમેન્ટલહેલ્થદ્વારામાનસિક રીતે બીમાર અને બૌદ્ધિક રીતે દિવ્યાંગ બાળકો
અને પુખ્ત વયના લોકોને રોજગાર મળી શકે તેવી તાલીમ આપીને તૈયાર કરવામાં આવેલી અનેક ચીજવસ્તુઓ થકી તેમના જીવનમાં ઉજાસ પાથરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રદર્શન જોઈને લોકોમાંજાગૃતિ આવે અને વસ્તુઓના વેચાણ દ્વારા આવા બાળકોને આવક મળી રહે તેવો ઉમદા આશય રહેલોછે.
કલેક્ટરશ્રી સંદિપ સાગલેએ નાગરિકોને અપીલ કરી હતીકે અમદાવાદ શહેરમાં સાત જેટલી સરકારી ઓફિસના પરિસરમાં આજથી ૩૦ તારીખ સુધી ચાલનારા આ વેચાણ કેન્દ્રની લોકો અચુક મુલાકાત લે અને સંસ્થાના બાળકોને પ્રોત્સાહન મળી રહે તે માટે કોઈ એક વસ્તુની ખરીદી કરે, જેથી બાળકોનો ઉત્સાહ જળવાઇ રહે તેમના પરિવારનું આર્થિક સશક્તિકરણ થાય.
અત્રે ઉલ્લેખનીય છે કે આવેચાણ કેન્દ્ર કલેક્ટર કચેરીની સાથે,જિલ્લા પંચાયત, મ્યુનિસિપલ કમિશનર કચેરી, આરોગ્ય અધિકારીની કચેરી, જિલ્લા કચેરી (પશ્ચિમ), અપના બજાર, બહુમાળી ભવન વસ્ત્રાપુર અને મહેસૂલ ભવન – ગોતા ખાતે યોજવામાં આવ્યું છે.
જેમાં દિવાળીની મીણબત્તીઓ, દિવડા,શણની વસ્તુઓ,ફેન્સી સ્ટેશનરી વસ્તુઓ,ટેરાકોટા ગિફ્ટ આઈટમ્સ,ફેન્સી આર્ટવર્ક વગેરે જેવી હાથથી બનાવેલી પ્રોડક્ટ્સ વેચાણ માટે પ્રદર્શિત કરવામાં આવી છે.
શ્રી પી કે લહેરી અને જિલ્લા કલેકટરશ્રી સંદિપ સાગલેએ પ્રદર્શિત તમામ વસ્તુઓ નિહાળીને ખરીદીકરી હતી અને હસ્તકલાની વસ્તુઓ બનાવનાર લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ પ્રસંગેબી.એમ.ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થના નિયામકશ્રી ડો.મધુ સીંગ અને સંસ્થાના હોદેદારો, બાળકો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.