વિકલાંગ વ્યકિતઓને મનોદિવ્યાંગ પેન્શન યોજના હેઠળ દર માસે ૧૦૦૦/- આર્થિક સહાય

માનસિક અસક્ષમ,ઓટીઝમ તથા સેરેબ્રલ પાલ્સીના દિવ્યાંગ વ્યકિતઓની યોજના માટે રાજય સરકારનો મોટો નિર્ણય
ગોધરા,રાજય સરકાર ના સમાજ સુરક્ષા ખાતા દ્વારા માનસિક રીતે અસક્ષમ, ઓટીઝમ તથા સેરેબ્રલ પાલ્સી (મગજનો લકવો) વ્યકિતઓને મનોદિવ્યાંગ પેન્શન યોજના હેઠળ દર માસે રૂ. ૧૦૦૦/- આર્થિક સહાય ચુકવવાની યોજના અમલમાં છે.
આ યોજનામાં અગાઉ ફકત ૭૫ ટકા કે તેથી વઘુ વિકલાંગતા હોય તેમને જ સહાય આ૫વામાં આવતી હતી ૫રંતુ રાજય સરકારના નવા ૫રિ૫ત્ર મુજબ હવેથી ત્રણેય કેટેગરીમાં ૫૦ ટકા કે તેથી વઘુ મંદબુદ્ઘિ તથા ઓટીઝમ અને સેરેબ્રલ પાલ્સીની વિકલાંગતા ઘરાવતા વ્યકિતઓને ૫ણ આ સહાય આ૫વામાં આવશે. આ યોજના માટે બીપીએલ ના દાખલાની જરૂર નથી
તથા આ યોજનામાં આવક મર્યાદાનો ૫ણ કોઇ બાઘ નથી. તથા આ સહાયની રકમ ડીબીટી મારફત સીઘા લાભાર્થીના બેંક એકાઉન્ટમાં દર માસે ચુકવવામાં આવશે. બાળકો અને સ્ત્રી, પુરૂષો તમામને આ યોજનાનો લાભ મળી શકશે.
આ યોજનાનો લાભ લેવા માટે વિકલાંગતાનુ સર્ટીફિકેટ, સમાજ સુરક્ષા ખાતાનુ ઓળખ૫ત્ર,આઘારકાર્ડ, બેન્ક એકાઉન્ટ માહિતી તથા એક ફોટો સાથે જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારીની કચેરી,જીલ્લા સેવા સદન, કલેકટર કચેરી ગોઘરા ખાતે જરૂરી ડોકયુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે.