માનસીક તથા આકસ્મીક શારીરીક ઈજાઓથી પીડાતા કરી દે. ચક્કર…ચક્કર… ચક્કર… !
શું તમને તમારુ માથું ફરતું હાલતું ખસતુ હોય તેવું જણાય છે. આરામની સ્થિતિમાં પણ આવો જ અનુભવ જણાય છે. આ ચક્કર અસામાન્ય ક્ષોમ પેદા કરનાર પરિસ્થિતિ છે. લક્ષણોમાં ખાસ કરીને માથું અથવા શરીર ચક્કર… ચક્કર.. ભ્રમતુ જણાય છે. બહેરાશ જણાય છે. નીસ્ટેગમસ- આંખનો ડોળો ફરતો હોય તેવું જણાય છે પડખું ફેરવતી વખતે આંખ- આંખની જ્યોત ધ્રુજતી જણાય છે. ચક્કર મટી ગયા પછી પણ આ લક્ષણ ચાલુ રહે છે. અને આ ચક્કર એક સેકન્ડથી માંડીને કલાકો સુધી રહે છે. ચક્કર રોજ આવી શકે છે. અથવા વર્ષમાં એકાદ- બે વખત પણ થાય છે.
ચક્કર આવવાના કારણોમાં માથામાં ઈજા થવી, મેનીયર્સ ડીસીઝને લીધે ચક્કર આવે છે જેમાં કાનની અંદરની શ્લેષ્મકલા વધુ પડતા ફલુઈડ (પ્રવાહી)ને દબાણને લીધે પહોળી થાય છે. જેને લીધે ઈસ્થેમીયા થાય છે ઈસ્ચેમીયા એટલે લોહી પુરતા પ્રમાણમાં ન મળવું એ કાયમી સાંભળવાની અને કાનની અંદરનું સમતોલપણું જાળવી રાખવાની ક્રિયા ખોરવાઈ જાય છે. આમ, સાંભળવાની ક્રિયામાં વધઘટ થતી જણાય છે. “ટીનાઈટસ” થાય. ટીનાઈટસ એટલે કે કાનમાં ગણગણાટ, ગુંજારવ, ધબધબ ઠોકાતું હોય તેવો મોટો અવાજ થયા કરે છે તથા ઘંટ વાગતો હોય તેવો અવાજ કાનમાં સંભળાય છે. સાથોસાથ ચક્કરની તિવ્રતા વધુ અને વારંવાર થતી જણાય છે. લેબરી ઈન્યાઈટીસ ના રોગમાં કાનમાં બળતરા- દાહ જણાય છે. તેથી મેનીયર્સ ડીસીઝ અને લેબરી ઈન્યાઈટીસ રોગને લીધે પણ ચક્કર થતા જણાય છે. ઉંચુ રક્તચાપને લીધે પણ ચક્કર થતા જણાય છે મગજ (બ્રેઈન) તરફ જતી રક્તવાહનીનીમાં અવરોધ થવાથી પણ ચક્કર જણાય છે.
મોશન સીકનેસ એટલે કે અમુક વ્યક્તિઓ મોટરમાં બસમાં કે પ્લેનમાં મુસાફરી કરવાથી અથવા બસમાં કે ગાડીમાં ગતિની વિરુધ્ધ બેસવાથી પણ ચક્કર આવતા જણાય છે અમુક વ્યક્તિઓમાં વધુ શ્વાસોશ્વાસ હાંફને લીધે પણ ચક્કર આવે છે.
વારંવાર ચક્કર આવતા હોય સાથો સાથ વધુ ઉલ્ટી, ઉબકા અને બહેરાશ જણાતી હોય ત્યારે દર્દીએ શાંતિથી સુઈ જઈને આરામ કરવો ચક્કરના દર્દીએ આંખ- કાનમાં થતા ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખવા જાઈએ તથા બ્લડપ્રેશર અને નીસ્ટેગમસનો ટેસ્ટ પણ કરાવવો જાઈએ.
માથું અમુક સુવા- બેસવાની સ્થિતિમાં હોય અને એ સ્થિતિ બદલાવાથી “પોઝીશનલ વરટાઈગો” (માથાની સ્થિતિ બદલવાથી થતા ચક્કરો) જણાય છે. સુશ્રુત સંહિતામાં આ રોગ પરત્વે મુખ્યત્વે શરીરની ક્ષીણતા અને અધિક શ્રમના કારણે શબ્દ વહન કરનારી નાડીઓમાં વાયુનો પ્રકોણ થઈને પ્રાણ શÂક્તનો નાશ થાય છે ત્યારે બહેરાશ આવે છે તેવી જ રીતે શ્રવણ નાડીમાં પિત્ત આવવાથી વાયુનો અવરોધ અને વૃÂધ્ધ થવાથી, શોથ પેદા થાય છે. પરિણામે, પોષણ મળતુ નથી આવા તીવ્રજ્વર ટોક્ષિક વરટાઈગો અને આમદોષના દુષિત પ્રભાવને લીધે વાતદોષમાં એલર્જીક વરટાઈગોમાં લોહી પરિભ્રમણ પૂરતું થતું નથી જેથી પણ ચક્કર આવે છે.
મારા અભ્યાસકાળ દરમ્યાન અકસ્માતથી મને હેડ ઈન્જરી થયેલી. ત્રણ દિવસ બેભાન પણ રહેલ. સારામાં સારા સાયક્યિાટ્રીસ્ટ સારવાર ચાલુ કરેલ હતી. ત્રણ દિવસ પછી ભાનમાં આવતા મને ખૂબ જ ચક્કર આવવાના શરૂ થયા. કોઈના સહારે કે ટેકાથી જ ચાલી શકાતું પથારીમાં સુતી વખતે જમણીબાજુ પડખું ફેરવું તો જમણી દિવાલ પડતી હોય તેવુ લાગે તે જ રીતે, છત અને પંખો પણ મારા ઉપર પડશે તેવી ભીતિ રહેતી. ચક્કર માટે સારામાં સારી દવા આપવામાં આવતી છતાં ફેર પડતો નહોતો.
શરૂઆતમાં અઠવાડિયામાં એકવાર પછી મહિનામાં એકવાર અને વર્ષમાં બે-ચાર વાર એ પ્રમાણે ચાલુ રહેશે. આવા સમયે મારા પિતાશ્રી જેઓ વૈદ્ય હતા. તેમના અનુભવના નીચોડે મને દુરાલભા કવાથ ચાલુ કરાવવામાં આવ્યા. આ કવાથનું સેવન એકપણ દિવસ પાડયા વગર એક મહિના સુધી કર્યો. સેવનના એક મહિના પછી ચક્કર બિલકુલ મટી ગયા. આ કવાથે તો શું જાદુ કર્યો ? એ તો મને ખબર નથી. પણ મને આ વાત હમણા એટલા માટે યાદ આવી કે આ ઓૈષધથી મારા સગા બહેન જેઓને ચક્કરની તકલીફ હતી જેમને પણ આ દવાથી ચક્કર મટી ગયા. જેથી લોકોને ઉપયોગી થઈ પડે એ આશયથી આ લેખ લખવા બેસી ગયો. મારા આ બહેનમાં સર્વાઈકિલ સ્પોન્ડીલાઈટીસમાં કરોડ રજ્જુના ઉપરના ભાગમાં મણકામાં વર્ટેબ્રામાં ઘસારો થવાથી જ્ઞાનતંતુઓ પર દબાણ થતું હતું પરિણામે આજુબાજુ જાતા સુતા પછી, બેઠા થવાથી ચક્કર આવતા હતા સૌપ્રથમ, આરોગીને ઓશીકા વગર સુવાની ટ્રેકશન લેવાની તેમજ સર્વાઈકલ બેલ્ટ ગળા ઉપર બાંધી રાખવાની સલાહ આપી.
આયુર્વેદમાં એના ઉપચારમાં જુદી-જુદી વનસ્પતિઓની પોટલી દ્વારા તેલના શેકો ચાલુ કર્યા. દુખાવો થતો હોય તો ઓછો કરવા વેદનાહર ટીકડી આપી ત્યારબાદ આ કવાથ સળંગ પંદર દિવસ ચાલુ કરાવ્યા. દવાના નિયમિત સેવનથી ચક્કરની તકલીફ મટી ગઈ. અત્યારે તેઓને બીલકુલ ચક્કર આવતા નથી. ચક્કર દૂર કરવા માટેની આયુર્વેદની આ દિવ્ય ઔષધીઓનો ઉપયોગ પાશ્ચાત્ય ડોકટરોએ પોતાની પ્રેકટીસમાં ચક્કરના દર્દીઓને આપીને જરૂર કરવા જેવો. છે. દુશલભા ઘનવટી પણ આ કવાથ સાથે આપવાથી ચમત્કારીક પરીણામો જોવા મળે છે.
– ડો. શ્રીરામ વૈદ્ય