માનહાની કેસમાં કંગના ફરી એક વાર બહાનું બનાવી છટકી ગઈ

મુંબઇ, જાવેદ અખ્તર દ્વારા બોલિવૂડ અભિનેત્રી કંગના રાનૌત વિરુદ્ધ માનહાની કેસ કરવામાં આવ્યો હતો. આ મામલાની સુનાવણી અંધેરી કોર્ટમાં થઈ હતી. કેસની સુનાવણીને લઈને જાવેદ અખ્તરની પ્રથમ પત્ની અને બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી સાથે કોર્ટમાં પહોંચ્યા હતા. પણ કંગના રાનૌત જે પણ કોર્ટમાં હાજર રહી નહોતી.
કંગના રાનૌતના વકીલ રિઝવાન સિદ્દીકીનું કહેવુ છે કે, એક્ટ્રેસની તબિયત ખરાબ છે. જેના કારણે તે કોર્ટમાં હાજર રહી શકી નહોતી. તેના વકીલ દ્વારા હાજર રહેવામાં છૂટની માગ કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે ૨૦ સપ્ટેમ્બરના રોજ એક્ટ્રેસને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ જાહેર કર્યો હતો. સાથે જ જજે એવુ પણ કહ્યુ હતું કે, જાે કંગના આગામી સુનાવણીમાં કોર્ટમાં હાજર નહીં થાય તો, તેમના વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ઈશ્યૂ કરવામાં આવશે.
કંગનાના વકીલે કોર્ટમાં મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરતા કંગના ન આવવાનું કારણ જણાવ્યુ હતું કે, પણ તેમ છતાં તેને આગામી સુનાવણીનો સામનો કરવો પડશે.
કંગનાના વકીલે તેના બચાવમાં કહ્યુ છે કે, જયકુમાર ભારદ્વાજે તેના પર લગાવેલા આરોપ ખોટો છે, આ મામલાની સુનાવણીમાં મોડુ થઈ રહ્યુ છે.વકીલે જણાવ્યુ હતું કે, કંગનાએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે, જાે તે પોઝિટીવ આવશે તો શું થશે ? કારણ કે કોરોના વેક્સિનના બંને ડોઝ લેવા છતાં પણ લોકો પોઝિટીવ આવી રહ્યા છે. હકીકતમાં જાવેદ અખ્તરના વકીલ જયકુમાર ભારદ્વાજનો આરોપ છે કે, કેટલીય નોટિસ આપ્યા છતાં પણ કંગના કોર્ટમાં આવતી નથી. તે સુનાવણી પાછલ ધકેલવાની કોશિશ કરી રહી છે. જેના પર કંગનાના વકીલે બચાવ કર્યો હતો.HS