મામલતદાર અરુણદાન ગઢવી દ્વારા ખુમાપુર પ્રાથમિક શાળાનાં 185 બાળકોને તિથિભોજન અપાયું
મોડાસા: અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના ખુમાપુર ગામે પ્રાથમિક શાળામાં મામલતદાર અરૂણદાન ગઢવી દ્વારા 185 બાળકોને પોતાના તરફથી તિથિભોજન આપવામાં આવ્યું હતું. આ સ્થળે આજરોજ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દરમિયાન મામલતદાર અરુણદાન ગઢવી આ સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તે સમયે તેમના મનમાં એકાએક શાળાનાં બાળકોને ભોજન આપવાનો વિચાર સ્ફૂરતા જ તેમણે આજે તે જ સમયે શાળામાં 185 બાળકોને મીઠાઈ સાથેનું તિથિ ભોજન આપી ધન્યતા અનુભવી હતી. સ્થાનિકોએ પણ આ અધિકારીની ઉમદા સેવા પ્રવૃત્તિને બિરદાવી આવકારી હતી.