મામલતદાર કચેરીએથી જાણ કરાયા બાદ જ શ્રમિકો વતન જવા ઘરની બહાર નીકળે

File
અમદાવાદ જિલ્લા કલેકટરશ્રીની શ્રમિકોને ખાસ અપીલ
જિલ્લા કલેકટર શ્રી કે.કે નીરાલાએ જણાવ્યું છે કે,શ્રમિકો મામલતદાર કચેરીથી સંપર્ક કરવામાં ન આવે ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે. અમદાવાદ જિલ્લામાં વસતા અને વતન જવા માગતાં તમામ શ્રમિકો ધીરજ રાખે. રાજ્ય સરકારની સૂચના અનુસાર જિલ્લા પ્રશાસન શ્રમીકોને તેઓના વતન પહોંચાડવા કાર્યરત છે.
કલેકટરશ્રીએ જણાવ્યું કે શ્રમિકોએ નોંધણી કરાવ્યા બાદ તેઓની યાદી બનાવી સંલગ્ન રાજ્ય પાસેથી પરવાનગી મેળવવામાં આવે છે. ત્યારબાદ ટ્રેન નક્કી કરવામાં આવે છે. અને ત્યાર પછી શ્રમિકોનો સંપર્ક કરવામાં આવે છે. કલેક્ટરશ્રીએ શ્રમીકોને અપીલ કરતા કહ્યું કે, જે તે વિસ્તારની મામલતદાર કચેરીએથી શ્રમીકોને જણાવવામાં આવે ત્યારબાદ જ તેઓ ઘર છોડી જણાવવામાં આવેલી જગ્યાએ પહોંચે. શ્રમિકોના હેલ્થ ચેકઅપ બાદ તેઓને બસ મારફત સમયસર રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવશે અને તેઓ સુરક્ષિત વતન ભણી પ્રવાસ કરી શકશે.