મામલતદાર જંબુસર દ્વારા છૂટક વેપારીઓનું થર્મસ સ્કેનિંગ કરાવા સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, મામલતદાર જંબુસર અને તાલુકા હેલ્થ ઓફીસરે જંબુસર ડેપો વિસ્તારમાં જનતાને મોઢે માસ્ક પહેરવા,સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી તથા છૂટક વેપારી અને ફેરિયાઓનું થર્મસ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારીની સેકન્ડ વેવ ની શરૂઆત થઈ ચુકી છે.ત્યારે ભરૂચ જીલ્લામાં ઠેર ઠેર કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ખુબ જ ઝડપી વધારો થતો જોવા મળી રહ્યો છે.
જેને લઈ ગુજરાત સરકાર જનતાને રસી મુકાવવા રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા છે.વહીવટી તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે.ત્યારે મામલતદાર જંબુસર જી કે શાહ તથા તાલુકા હેલ્થ ઓફિસર સાથે મળી જંબુસર પંથકમાં કોરોના કેસો વધે નહિ અને તેને કાબૂમાં રાખવા જંબુસર એસટી ડેપો વિસ્તારમાં છુટક લારીવાળા ફેરિયાઓનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું અને શંકાસ્પદ જણાઈ આવે તેવા વ્યક્તિઓને નજીકમાં આવેલ રેફરલ હોસ્પિટલમાં સારવાર આપવા જણાવ્યું.આ સહિત લોકોમાં જાગૃતતા આવે તે માટે લોકોને મોઢે માસ્ક પહેરવા,સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા મામલતદાર જંબુસર દ્વારા જનતાને અપીલ કરવામાં આવી હતી.