મામાએ માસુમ ભાણી પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં યુવતિઓની છેડતી તથા બળાત્કારના વધતા જતાં ચોંકાવનારા બનાવોના પગલે પોલીસતંત્ર સક્રિય બનેલું છે આ પરિસ્થિતિમાં શહેરના રાણીપ વિસ્તારમાં એક ચોકાવનારી ઘટના ઘટી છે જેમાં મામાએ જ ધો.૬માં અભ્યાસ કરતી માસુમ બાળા પર વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેતા સનસનાટી મચી ગઈ છે આ અંગે રાણીપ પોલીસે ગુનો દાખલ કરી ભાગી છુટેલ મામાની શોધખોળ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના રાણીપ વિસ્તારમાં પુરૂષોત્તમ એપાર્ટમેન્ટમાં રહેતા હંસાબહેન દર્શનભાઈ નામની ૩પ વર્ષની મહિલાના લગ્ન દર્શન ભાઈ સાથે થયા હતા લગ્નજીવન દરમિયાન તેમને ત્રણ સંતાનો થયા હતા જેમાં બે મોટી પુત્રીઓ તથા તેનાથી નાનો ભાઈ છે દરમિયાનમાં પતિ-પત્નિ વચ્ચે અણબનાવ બનતા દર્શનભાઈ મોટી ૧પ વર્ષની પુત્રીને લઈ અલગ રહેવા જતા રહયા છે જયારે હંસાબહેન ૧૩ વર્ષની પુત્રી અને ૧૦ વર્ષના પુત્ર સાથે રાણીપમાં રહે છે અને છુટક મજુરી કામ કરી પરિવારનું ભરણપોષણ કરે છે
આ દરમિયાનમાં હંસાબહેનના સગા કાકાનો પુત્ર ભગાભાઈ તેમની સાથે રહેવા આવ્યો હતો હંસાબહેન મજુરીકામ કરવા જાય ત્યારે ભગાભાઈ તેની ભાણી એટલે કે હંસાબહેનની ૧૩ વર્ષની પુત્રી સાથે અડપલા કરતો હતો અને જા કોઈને પણ કહે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો જેના પરિણામે માસુમ બાળકી કોઈને કહી શકતી ન હતી ધો.૬માં અભ્યાસ કરતી આ બાળકી પર મામાએ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો આ દરમિયાનમાં ભાણીને પેટમાં દુખવા લાગતા માતા હંસાબહેન તેને લઈ હોÂસ્પટલમાં તપાસ કરવા લઈ ગયા હતાં.
સિવિલ હોસ્પિટલના તબીબોએ ૧૩ વર્ષની માસુમ બાળાનું મેડીકલ ચેકઅપ કરતા તેમણે ચોંકાવનારો રિપોર્ટ આપ્યો હતો અને હંસાબહેનને જણાવ્યું હતું કે તમારી પુત્રી ગર્ભવતી છે અને તેના પેટમાં ર૧ અઠવાડિયાનો ગર્ભ રહેલો છે ડોકટરના આ રિપોર્ટની માતા પડી ભાંગી હતી માસુમ બાળાને પુછતા તેણે ચોંકાવનારી વિગતો જણાવી હતી બાળાએ જણાવ્યું હતું કે તેની માતા મજુરી કામ અર્થે બહાર જતી ત્યારે તેનો મામો ભગાભાઈ એકલતાનો લાભ ઉઠાવી તેના પર દુષ્કર્મ ગુજારતો હતો માસુમ બાળાની આપવીતી સાંભળી માતા ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક રાણીપ પોલીસ સ્ટેશને પહોંચી જતા સમગ્ર હકીકત જણાવી હતી પોલીસ અધિકારીઓ પણ માસુમ બાળાને ગર્ભવતી બનાવવાની ઘટનાથી સતર્ક બની ગયા હતાં.
હંસાબહેનની પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે આરોપી ભગાભાઈ તેના સગા કાકાનો પુત્ર છે અને તે મુળ ધાનેરાના રાજાડા ગામે રહે છે અમદાવાદમાં તે શાહીબાગ ખાતે એક ફેકટરીમાં કામ કરતો હતો પરંતુ થોડા દિવસ પહેલા જ તે ઘરેથી જતો રહયો છે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.