મામાની અંતિમ વિધીમાં આવેલો ભાણીયો ચોરી કરી પત્ની સાથે ફરાર
અમદાવાદ: શિયાળાની શરૂઆત થવાની સાથે જ ચોરો પણ સક્રીય બની ગયા છે એક તરફ નાગરીકો ઠંડીના કારણે સુઈ રહેવાનુ પસદ કરે છે ત્યારે તસ્કરોનુ કામ આસાન બની જાય છે ઉપરાંત શહેરના પોલીસની નિષ્ક્રિયતા પણ આવી ઘટનાઓમા મોટા ભાગ ભજવી રહી છે આ પરીÂસ્તતિમા શહેરમાં ત્રણ વિસ્તારોમાથી ચોરીના ત્રણ મોટા બનાવો સામે આવ્યા છે નરોડામાથી સવા ત્રણ લાખની વટવામાંથી બે લાખની ઉપરાંત અન્ય એક વિસ્તારમાંથી ૧ લાખ રૂપિયાની મતા ચોરાઈ જવાની ઘટના બની છે.
મીનેષકુમાર મનુભાઈ પટેલ (૩૬) ૧૦૮ એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે તેમના પત્ની શ્વેતાબેન પણ ૧૦૮માં નર્સ તરીકે ફરજ બજાવે છે દંપતી નરોડા ટોલટેક્ષ નજીક આવેલા મારુતિ હાઈટસમાં ડી બ્લોકમાં પાંચમે માળ રહે છે શનિવારે દંપતી ઘરને તાળુ મારીને મહેસાણાના ઉનાવા ગામ ખાતે શ્વેતાબેનના માતાપિતાના ઘરે ગયા હતા
બીજા દિવસે રવિવારે તેમના પાડોશી વિજયભાઈને તેમના મકાનનુ તાળુ તુટેલુ હોવાની જાણ કરતા મીનેશભાઈ તથા શ્વેતાબેન ઘરે દોડી આવ્યા હતા અને તપાસ કરતા મેઈન દરવાજાનો નકુચો તુટેલો અને અંદરનો સામાન વેરવિખેર જણાયો હતો ઉપરાત તિજારીમા૩ં મુકી રાખેલા સોના ચાદીના દાગીના રોકડા રૂપિયા સહીત કુલ રૂપિયા ૩ લાખ ૧૫ હજારની મતા ગાયબ હતી દંપતીની મહેનતની કમાણી પર તસ્કરો હાત સાફ કરી જતા નરોડા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ નોધાવી છે.
જ્યારે વટવામાં આવેલાં જીલ હાઈટસ નામના બિલ્ડીગમાં રહેતા કુમાર રજનીકાત ગોહેલ નામના વેપારીના ઘરે તેમનો દુરનો ભાણો ચોરી ગયાની ફરીયાદ તેમણે નોધાવી છે કુમારભાઈનાં જણાવ્યા અનુસાર કેટલાંક દિવસો અગાઉ રાજકોટ ખાતે રહેત તેમનો ભાણીયો કિશન રમેશભાઈ પીઠડીયા અને તેની પત્ની દિવ્યા તેમના ઘરે આવ્યા હતા અને અમદાવાદમા મામા મરણ ગયેલ હોવાનુ કહી ઘરે રોકાયા હતા કેટલાક દિવસો બાદ કિશન અને તેની પત્ની રાજકોટ ખાતે જ્યા નીકળી ગયા હતા આ ઘટના બાદ કુમરાભાઈની પત્ની એ તિજારી તપાસતા તેમાંથી રૂપિયા બે લાખની મતા ગાયબ હતી
આ અંગે કુમરાભાઈએ કિશનને વારવાર ફોન કરતા તે બહાના બનાવી ગલ્લાતલ્લા કરતો હોઈ કુમારભાઈએ છેવટે કિશન અને તેની પત્ની વિરુદ્ધ ચોરીની ફરીયાદ નોધાવી છે કિશન અગાઉ પણ ચોરી કરતા પકડાયો હોવાનો કુમારભાઈ ફરીયાદમાં દાવો કર્યો છે. આ ઉપરાંત શહેરના અન્ય એક પોલીસ સ્ટેશનમાં પણ રાત દરમિયાન ઘરમાં ધુસી તસ્કરો રૂપિયા એક લાખની મતો ચોરી કરી ગયાની ફરીયાદ નોધાઈ છે.