મામા-મામીએ સગીર ભાણીને દેહવ્યાપારમાં ધકેલી દીધી
ઉત્તરપ્રદેશથી અમદાવાદમાં કામ આપવાનાં બહાને બોલાવી મામા-મામીએ બે મહિના સુધી ગોંધી રાખીઃ તરુણીએ હિંમત દાખવી કાકાને ફોન કરતાં સમગ્ર હકીકત બહાર આવી
અમદાવાદ: અમદાવાદ એક પછી એક યુવતીઓ સાથે દુષ્કર્મનાં મામલા સામે આવતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી છે. સોલા પોલીસની હદમાં થોડાં દિવસ અગાઉ જામીન પર છૂટીને આવેલાં એક તરફી પ્રેમીને યુવતીને ધમકીઓ આપવાની વાત હજુ તાજી જ છે. ત્યાં એક ૧૭ વર્ષીય સગીરાને અમદાવાદ બતાવવા તથા કમાવવાની લાલચે મામા-મામી યુપીથી લઈ આવ્યા હતા.
આંખોમાં સપનાં લઈ આવેલી બાળકીને ધનનાં લોભીયા મામા-મામીએ જબરદસ્તીથી દેહ વ્યાપારમાં ધકેલી દેવાઈ હતી. અને કોઈને ન કહેવા માટે ધાક ધમકી આપવામાં આવતી હતી. બ્યુટી પાર્લરનાં નામે કુટણખાનું ચલાવતાં દંપતીએ બાળકીને ડરાવી રાખવા છતાં હિંમત કરીને બાળકીએ સમગ્ર આપવીતી ફોન ઉપર પોતાનાં કાકાને જણાવતાં તાબડતોબ ઉત્તર પ્રદેશથી આવી પહોંચેલા કાકા બાળકીને લઈ સોલા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. વધુ એક બનાવ સામે આવતાં સોલા પોલીસ પણ ચોંકી ઉઠી છે.
આ ઘટનાની વિગત એવી છે કે ઉત્તરપ્રદેશનાં ઉન્નાવ નજીક આવેલાં નાનાં ગામમાં રહેતાં પરીવારનાં સંતાનોમાં એક ૧૭ વર્ષીય પુત્રી હતી. આ પરીવારનાં દુર સગા થતાં દંપતી દિનેશ શર્મા તથા વર્ષા વર્મા અમદાવાદ ખાતે ઘાટલોડીયા વિસ્તારમાં રહેતાં હતાં. દંપતી અવારનવાર ગામડે જતું હતું અને આ પરીવાર સાથે સંબંધો કેળવ્યા બાદ ડિસેમ્બર ૨૦૧૯માં પણ મેલી મથરાવટી-ધરાવતું દંપતી કોઈ પ્રસંગે બાળકીનાં પરીવારને મળ્યું હતું. અને પોતાનાં મલિન ઇરાદા છુપાવી તરુણીને
અમદાવાદ બતાવવા તથા રોજગાર અપાવવાની વાત કરીને તેનાં પરીવારને વિશ્વાસમાં લીધો હતો.
દંપતી પર વિશ્વાસ મુકી પરીવારે તરુણીને દંપતી સાથે મોકલી આપ્યા બાદ અમદાવાદ પહોંચતાં જ બ્યુટી પાર્લરનાં નામે ગોરખધંધા ચલાવતાં દિનેશ અને વર્ષાએ આ તરુણીને પણ જબરદસ્તીથી દેહ વ્યાપારમાં ધકેલી હતી.
તેનો વિરોધ હોવા છતાં સોલા પોલીસની હદમાં આવતાં ડ્રિમ રાઈઝ કોમ્પ્લેક્ષમાં આવેલાં બ્યુટી પાર્લરની મુલાકાતે આવતાં પુરૂષોએ તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી. રૂપિયાની લાલચે ભાન ભૂલેલાં દિનેશ અને વર્ષાએ ઘાટલોડીયા, સુભાષ ચોકમાં આવેલી સરસપુર બેક નજીકનાં એક એપાર્ટમેન્ટમાં પણ આ તરુણી પાસે લોહીનો વેપાર કરાવ્યો હતો. ધનનાં લોભીયા દંપતી તરુણીનેવાત કોઈને પણ કહી તો જાનથી મારી નાંખવાની ધમકી તથા પોલીસ પણ પોતાનું કંઈ બગાડી નહીં શકે તેવી ધમકીઓ આપતાં હતાં. ડરી ગયેલી તરુણીનો તેનાં પરીવાર સાથે પણ ક્યારેક જ ફોન પર વાત કરાવતાં હતાં. અને તે વાત કરે એ વખતે પણ કંઈ બોલે નહીં એનું ધ્યાન રાખતાં હતાં.
જાકે એક વખત હિંમત કરીને તરુણીએ ફોન ઉપર પોતાનાં કાકાને સમગ્ર ઘટના જણાવી દેતા યુપીમાં તેનાં કુટુંબીજનો ચોંકી ઉઠ્યા હતાં. અને તેનાં કાકા અન્ય કેટલાંક લોકો સાથે આવીને તરુણીને દિનેશ-વર્ષાની ચુંગાલમાંથી છોડાવી હતી. પોતાની વ્હાલસોયી ભત્રીજી સાથે બનેલી ઘટનાથી ચોંકી ગયેલાં કાકાએ પોલીસને જાણ કરતાં જ સોલા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સગીરાની ફરીયાદ લઈને દિનેશ-વર્ષાની અટક કરવાની તજવીજ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં કેટલાંય બ્યુટી પાર્લર, મસાજ તથા સ્પા સેન્ટરો ખૂલ્યાં છે. જેમાં દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે. બહારનાં રાજ્યો તથા દેશોમાંથી આવેલી યુવતીઓ પાસે આવાં અનૈતિક ધંધા કરાવવામાં આવે છે. આ પરિÂસ્થતિમાં એક તરુણીને જબરદસ્તીપૂર્વક લોહીના વ્યાપારમાં ધકેલાતાં નાગરીકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.