મારા કાકા અપરાધી અને ઘાતકી-વ્હાઈટ હાઉસ છોડે એટલે જેલમાં નાંખો: ટ્ર્મ્પની ભત્રીજી
વોશિંગ્ટન, વિદાય લઈ રહેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની ભત્રીજી મેરી ટ્રમ્પે અપરાધી, ક્રૂર અને ઘાતકી ગણાવ્યા છે. મેરી ટ્રમ્પ એક લેખિકા છે અને ટ્રમ્પના નાના ભાઈની પુત્રી છે.તે પહેલેથી જ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રખર ટીકાકાર રહી છે.
ટ્રમ્પે એક ન્યૂઝ એજન્સીને આપેલી મુલાકાતમાં કહ્યુ હતુ કે, ટ્રમ્પ સામે કેસ ચલાવવાના કારણે દેશમાં રાજકીય વિભાજન વધારે ઘેરુ બનશે તે વાત ખોટી છે.ખરેખર તો ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઈટ હાઉસમાંથી નિકળ્યા બાદ સીધા જેલમાં મોકલી દેવા જોઈએ.જો કોઈની સામે ખરેખર કેસ ચલાવવાની જરુર હોય તો તે ડોનાલ્ડ ટ્રમ્પ સામે છે.નહીંતર તેનો અર્થ એ થશે કે આપણે કોઈ પણ ખરાબ વ્યક્તિને સ્વીકારવા માટે પોતાને તૈયાર કરી રહ્યા છે.
જોકે ટ્રમ્પના પ્રવક્તાએ આ ટિપ્પણીઓ અંગે કહ્યુ હતુ કે, મેરીને તેની બૂક વેચવાની છે એટલે આક્ષેપો કરશે.