Western Times News

Gujarati News

મારા કાર્યકાળના અંતિમ સપ્તાહમાં બે ઘટનાઓએ કેટલાક વર્ગોમાં નારાજગી ઉભી કરી હતી: અંસારી

નવીદિલ્હી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીની પોતાના કાર્યકાળ દરમિયાન ‘અલ્પસંખ્યકોમાં અસુરક્ષા’ વાળા નિવેદન પર પ્રતિક્રિયા આવી છે. પૂર્વ ઉપરાષ્ટ્‌ર્પતિએ કહ્યું કે તેમના કાર્યકાળના અંતિમ અઠવાડિયા દરમિયાન બે ઘટનાઓથી કેટલાક વર્ગોમાં નારાજગી પેદા થઇ. તેમના નિવેદનથી સમજાઇ ગયું કે તેના કેટલાક છુપા અર્થ છે. પોતાના નવા પુસ્તક ‘બાઇ મૈની એ હેપ્પી એક્સીટેંડઃ રીકલેશન ઓફ અ લાઇફ’માં પૂર્વ ઉપ રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી મોદી અને તેમની વચ્ચે ઘણી વાતચીત, મુલાકાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અંસારીએ પોતાના નવા પુસ્તક ‘બાઇ મૈની એ હેપ્પી એક્સીટેંડઃ રીકલેશન ઓફ અ લાઇફ’ માં પોતાના રજકીય જીવન અને રાજ્યસભા સભાપતિના રૂપમાં ઘણા અનુભવોનો ઉલ્લેખ કર્યો છે. કાર્યકાળના પોતાના અંતિમ દિવસનો ઉલ્લેખ કરતાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ કહ્યું છે, ‘મને પછી ખબર પડી કે મારા કાર્યકાળના અંતિમ સપ્તાહમાં બે ઘટનાઓએ કેટલાક વર્ગોમાં નારાજગી ઉભી કરી.

તેમાં પહેલો મામલો બેંગલુરૂના નેશનલ લો સ્કૂલ ઓફ યૂનિવર્સિટીના ૨૫મા દીક્ષાંત સમારોહ દરમિયાન આપેલા નિવેદનનું છે. તેના પર તે કહે છે કે ‘હું સહિષ્ણુતાથી આગળ જઇ ને સ્વિકાર્યતા માટે સતત વાતચીત દ્રારા સદભાવનાને પ્રોત્સાહન આપવા માટે ભાર મૂક્યો, કારણ કે આપણા સમાજના વિભિન્ન વર્ગોમાં અસુરક્ષાની આશંકા વધી છે, ખાસકરીને, દલિતો, મુસલમાનો અને ખ્રિસ્તીઓમાં. બીજા રાજ્યસભા ટીવી પર ઇન્ટરવ્યું આપ્યો હતો જે નવ ઓગસ્ટ ૨૦૧૭ને પ્રસારિત થયું. જેમાં ઉપ રાષ્ટ્રપતિના કાર્યના તમામ પાસાઓ પર વાતચીત કરવામાં આવી. તેમાં ‘અનુદાર રાષ્ટ્રવાદ’ અને ભારતીય સમાજ અને રાજકારણમાં મુસલમાનોને લઇને ધારણાઓ વિશે સવાલ પણ સામેલ હતા.

સભાપતિ તરીકે પોતાના અંતિમ દિવસ ૧૦ ઓગસ્ટ ૨૦૧૭ વિશે લખ્યું છે. ‘દિવસની કાર્યવાહી સવારના સત્રનું વિવરણ રેકોર્ડ કરે છે. પાર્ટી નેતાઓ અને મનોનીત વ્યક્તિઓની પ્રશંસા કરી અને પ્રશંસાત્મક સંદર્ભ આપ્યા. કાર્યવાહી સંબંધી સુધાર અને હોબાળામાં કોઇ ખરડો મંજૂર ન કરવાનો નિયમ અને નિષ્પક્ષતાનો, ખાસકરીને ઉલ્લેખ કરવામાં આવ્યો. પાછળની બેંચથી એક વરિષ્ઠ સભ્યએ સંસ્કૃતના શ્લોકનો ઉલ્લેખ કરતાં તેમણે શુભકામનાઓ આપી અને ઉપનિષદના શબ્દોના હવાલેથી તેમની લાંબી ઉંમરની કામના કરી.

અંસારીએ તે વલણ વિશે પણ લખ્યું છે જેમાં તેમણે રાજ્ય સભાના સભાપતિના રૂપમાં લીધા હતા હોબાળામાં કોઇપણ ખરડાને મંજૂર કરવામાં આવશે નહી. તેમણે કહ્યું કે વિપક્ષી નેતાઓએ આ નિયમની પ્રશંસા કરી હતી અને આ નિયમનું તેમના કાર્યકાળમાં પાલન કરવામાં આવ્યું. અંસારીએ કહ્યું કે તેનાથી બંને સરકારોને મુશ્કેલીથઇ પરંતુ યૂપીએ સરકારે તેમના નિયમનું સંજ્ઞાન લીધું અને તેના ધ્યાનમાં રાખતાં સદનમાં મેનેજમેન્ટ કર્યું અને વિપક્ષ સાથે સમન્વય કર્યું. તેમણે કહ્યું ‘એક દિવસ રાજ્યસભાના મારા ઓફિસમાં પ્રધાનમંત્રી મોદી આવ્યા હતા.

સામાન્ય રીતે આવું થતું નથી કે પ્રધાનમંત્રી વિના કાર્યક્રમને મળવા આવ્યા. મેં તેમનું સ્વાગત કર્યું. અંસારીએ કહ્યું કે ‘તેમણે (મોદી) એ કહ્યું કે તમને ઉચ્ચ જવાદારીઓની અપેક્ષા છે પરંતુ તમે મારી મદદ કરી રહ્યા નથી, મેં કહ્યું કે રાજ્યસભામાં અને બહાર મારું કામ સાર્વજનિક છે. તેમણે પૂછ્યું ‘હોબાળામાં ખરડાને કેમ મંજૂર કરવવામાં આવતો નથી? મે જવાબ આપ્યો કે સદનના નેતા અને તેમના સહયોગી જ્યારે વિપક્ષમાં હતા તો તેમણે આ નિયમના વખાણ કર્યા હતા કે કોઇપણ ખરડો હોબાળામાં મંજૂર કરાવવામાં નહી આવે અને મંજૂરી માટે સામાન્ય કાર્યવાહી ચાલશે.’અંસારીએ કહ્યું કે ત્યારબાદ તેમણે (મોદી)એ કહ્યું કે રાજ્યસભા ટીવી સરકારના પક્ષમાં બતાવી રહ્યું નથી. મારો જવાબ હતો કે ચેનલમાં મારી કોઇ ભૂમિકા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.