Western Times News

Gujarati News

મારા કાર્યકાળમાં એક પણ સપ્તાહ વિકાસ કાર્યો વગર નથી ગયુંઃ મોદી

નવસારી, એક દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા પીએમ નરેન્દ્ર મોદીએ આજે નવસારીમાં વિશાળ જનમેદની સંબોધતા જણાવ્યું હતું કે, એક સમયે ગુજરાતના આદિવાસી પટ્ટામાં પાણી માટે લોકો વલખા મારતા હતા, જ્યારે હવે તેમને નળથી જળ મળી રહ્યું છે.

પીએમે ૨૦૦૧થી આદિવાસી વિસ્તારોની કાયાપલટ શરુ થઈ હોવાનો દાવો કરતા કહ્યું હતું કે ભૂતકાળમાં આ વિસ્તારોમાં સાયન્સની સ્કૂલો નહોતી, જ્યારે આજે અહીં એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજાે પણ શરુ થઈ ગઈ છે. પોતાના ભાષણમાં પીએમે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલની જાેડીના પણ વખાણ કર્યા હતા, તેમજ વલસાડના અંતરિયાળ પહાડી વિસ્તારોમાં પાણી પૂરું પાડતા એસ્ટોલ પ્રોજેક્ટનો શુભારંભ કરતા જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ એન્જિનિયરિંગનો અદ્દભૂત નમૂનો છે.

વર્તમાન સરકારના વખાણ કરતા કહ્યું હતું કે, આટલા વર્ષ સીએમ તરીકે કામ કર્યું, પરંતુ ક્યારેય આદિવાસી વિસ્તારોમાં આટલો મોટો કાર્યક્રમ નહોતો થયો. આજે મને તે વાતનો ગર્વ થઈ રહ્યો છે કે ગુજરાત છોડ્યા બાદ જે-જે લોકોએ ગુજરાતને સાચવવાની જવાબદારી નીભાવી, તેમજ આજે ભૂપેન્દ્રભાઈ અને સી.આર.ની જાેડી જે ઉમંગ અને ઉત્સાહ સાથે જે નવો વિશ્વાસ જગાડી રહી છે તેના પ્રતાપે આજે આ સભામાં પાંચ લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા છે. ગુજરાતની જનતાનો મારા પ્રત્યેનો ગર્વ જે રીતે વધી રહ્યો છે તે મારા માટે ગર્વની બાબત છે.

ડબલ એન્જિનની સરકાર ગુજરાતના વિકાસની ગૌરવશાળી પરંપરાને આગળ વધાવી રહી છે તેમ જણાવતા પીએમે કહ્યું હતું કે, આજે જે પણ પ્રોજેક્ટ્‌સના ખાતમૂહુર્ત તેમજ ઉદ્‌ઘાટન થઈ રહ્યા છે તેનાથી દક્ષિણ ગુજરાતના કરોડો લોકોનું જીવન સરળ બનશે. તેનાથી પાયાની જરુરિયાતો પૂરી થવા ઉપરાંત પાયાની કનેક્ટિવિટી વધવાથી આદિવાસી વિસ્તારોમાં રોજગારીના અવસર પણ વધશે.

આઠ વર્ષ પહેલા ઘણી આશા-અપેક્ષા સાથે ગુજરાતની જનતાએ મને દિલ્હી મોકલ્યો હતો. આ ગાળામાં વિકાસના સપનાં અને આકાંક્ષાથી અમે કરોડો લોકોને અનેક નવા ક્ષેત્ર સાથે જાેડવામાં સફળતા પ્રાપ્ત કરી છે.વિરોધીઓને નિશાન બનાવતા પીએમે કહ્યું હતું કે, આઝાદી બાદ જે લોકોએ સૌથી વધુ સમય સરકાર ચલાવી તેમણે વિકાસને પોતાની પ્રાથમિકતા ન બનાવી, તેની જે વર્ગને સૌથી વધુ જરુર હતી ત્યાં તેમણે વિકાસ કર્યો જ નહીં કારણકે આવા કામ કરવા વધારે મહેનત કરવી પડે છે.

આદિવાસી ક્ષેત્રના ગામ રસ્તાથી વંચિત હતા, પરંતુ આજે છેલ્લા આઠ વર્ષમાં જે લોકોને રહેવા માટે મકાન, પીવા માટે સ્વચ્છ પાણી તેમજ અન્ય સવલતો મળી તેનો સૌથી વધુ લાભ આદિવાસીઓને મળ્યો છે. એટલું જ નહીં, કોરોનાની વેક્સિન પણ આજેઅંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને પણ મળી ચૂકી છે.

પીએમે શરુઆતમાં હિન્દીમાં ભાષણ કર્યા બાદ ગુજરાતી બોલતા ચિખલીમાં વિતાવેલા દિવસો યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ જેટલો સમય પણ અહીં રહ્યા તે દરમિયાન એકેય દિવસ ભૂખ્યા રહેવાની નોબત નહોતી આવી. આદિવાસીઓ પાસેથી શીખવાના અનેક અવસર મળ્યા હોવાનું કહેતા પીએમે કહ્યું હતું કે અહીંથી તેમને સ્વચ્છતા, સુઘડતા તેમજ શિસ્તના પાઠ શીખવા મળ્યા હતા.

ગુજરાતમાં એક સમયે આ જ વિસ્તારના એક એવા સીએમ હતા કે તેમના પોતાના ગામમાં પાણીની ટાંકી નહોતી, હેન્ડપંપ પણ એક-દોઢ વર્ષે પૂરા થઈ જતા હતા, પોતે ગુજરાતમાં સીએમ બન્યા ત્યારે તેમના ગામમાં ટાંકી બનાવી હતી તેમ પણ પીએમે જણાવ્યું હતું.

ભૂતકાળની સરકારો પર વરસતા પીએમે કહ્યું હતું કે, ગુજરાતમાં ભૂતકાળમાં એક સીએમે જામનગરમાં પાણીની ટાંકીનું ઉદ્‌ઘાટન કર્યું તેના સમાચાર છાપામાં પહેલા પાને છપાયા હતા. તેવા દિવસો જાેનારા ગુજરાતમાં આજે ત્રણ હજાર કરોડના કામોનું લોકાર્પણ કે ખાતમૂહુર્ત થઈ રહ્યા છે.ચૂંટણી ટાણે સરકાર કામો બતાવી રહી છે તેવું કહેનારા લોકોને પીએમે જવાબ આપતા કહ્યું હતું કે, મારા કાર્યકાળનું એક અઠવાડિયું શોધી લાવે કે જેમાં મેં વિકાસનું એક નવું કામ ના કર્યું હોય.

અમારે મન સત્તા પર બેસવું સેવા કરવાનો અવસર છે. જે કામના ખાતમૂહુર્ત અમે કર્યા છે, તેના ઉદ્‌ઘાટન પણ અમે જ કર્યા છે.એક સમયે પાણીની તકલીફ પડતી ત્યારે ધારાસભ્યો હેન્ડપંપ લગાવી તેનું મૂહુર્ત કરતા, પરંતુ છ મહિના પછી હેન્ડપંપમાંથી પાણીને બદલે માત્ર હવા આવતી, જ્યારે આજે દરેકને નળમાંથી જળ મળી રહ્યું છે.

ગુજરાતના આદિવાસી પટ્ટામાં એક સમયે સાયન્સની સ્કૂલો નહોતી, પરંતુ ૨૦૦૧ પછી તેની શરુઆત થઈ હતી. સાયન્સ સ્કૂલો જે કામ શરુ થયું હતું તે આજે એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજાે સુધી પહોંચી ગયું છે, અને આદિવાસી પટ્ટામાં હવે તો યુનિવર્સિટીઓ પણ બની રહી છે, તેમ પણ પીએમે કહ્યું હતું.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.