Western Times News

Gujarati News

‘મારા નિર્ણય પર અડગ છું, હું મારા અંતરાત્માનો અવાજ સાંભળું છું’ : દીપિકા

દીપિકાએ વીડિયોમાં કહ્યું, મને લાગે છે, મારા જીવનમાં જે બાબતથી સંતુલન જળવાઈ રહે છે 

સંદીપ રેડ્ડી વાંગા સાથેના વિવાદ બાદ દીપિકાનો વીડિયો મેસેજ

મુંબઈ,
દીપિકા પાદુકોણે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’માંથી વિદાય લઈ લીધી છે. પરંતુ આ નિર્ણય અંગે ઘણા વાદ-વિવાદ અને ચર્ચાઓ ચાલે છે. એક તરફ સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકાના વર્તનને અપ્રોફેશનલ ગણાવ્યું હોવાની ચર્ચા છે. તેની સામે દીપિકા આ વિવાદ અને આક્ષેપને દૂર કરવા માગતી હોય એ રીતે તેણે એક વીડિયો શેર કરીને કહ્યું છે કે તે પોતાના નિર્ણય પર અડગ છે.મંગળવારે, દીપિકાએ સ્ટોકહોમમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તે કાર્ટિએરની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રેડ કાર્પેટ પર હાજર રહી હતી, જેમાં તેણે વોગ અરેબિયા સાથે વાત કરતા પોતાની જીવનની વિચારધારા અંગે વાત કરી હતી.દીપિકાએ આ વીડિયોમાં કહ્યું, “મને લાગે છે, મારા જીવનમાં જે બાબતથી સંતુલન જળવાઈ રહે છે, તે છે હંમેશા સત્યની સાથે રહેવું અને જેવી છું એવું જ રહેવું.” આગલ દીપિકાએ કહ્યું, “જ્યારે પણ મારે જીવનમાં કોઈ અઘરી કે જટિલ પરિસ્થિતનો સામનો કરવાનો અવ્યો છે, ત્યારે હું મારા અંતરાત્માના અવાજને સાંભળું છું અને તરત જ નિર્ણય લઉં છું, પછી એ નિર્ણય પર હું અડગ રહું છું તેથી મને શાંતિ મળે છે. તેનાથી જ જીવનમાં સતુલન જળવાઈ રહે છે.”

આ વીડિયો પોસ્ટ થતાં તેના ફૅન્સ તેનું સંદીપ રેડ્ડી વાંગાની ટ્‌વીટના જવાબ તરીકે અર્થઘટન કરી રહ્યાં છે. લોકો માને છે કે આ વિડીયોમાં તેણે પોતાના નિર્ણય પર અડગ રહેવાની વાત કરીને વાંગાને જવાબ આપ્યો છે.ગયા અઠવાડિએ દીપિકાએ વાંગાની ફિલ્મ છોડી દિધી હોવાના અહેવાલ બાદ વાંગાએ દીપિકાના બદલે તૃપ્તિ ડિમરીને લેવાની જાહેરાત પણ કરી દીધી હતી. સુત્રોએ એવું પણ જણાવ્યું હતું કે દીપિકાનું વર્તન અનપ્રોફેશનલ હતું, તેણે ૨૦ કરોડ જેટલી ફી વસુલી છતાં છ કલાક જ કામ કરવાની હતી અને ફિલ્મનું શુટિંગ જો લંબાય તો ફી ઉપરાંત દિવસ દીઠ વધારે રકમ વસુલવાની હતી.

જ્યારે વાંગાએ કરેલી ટ્‌વીટમાં તેણે દીપિકા પર ફિલ્મની સ્ટોરી લીક કરી હોવાનો અને તેની વિરુદ્ધ પીઆર ગેમ્સ રમવાનો પણ આક્ષેપ કર્યાે હતો. હવે વાંગાએ દીપિકાને બદલે તૃપ્તિને લીધાં બાદ બીજી પણ એક ચર્ચા છે, દીપિકા આ ફિલ્મ માટે ૨૦ કરોડ જેવી કૅરીઅરની સૌથી વધુ ફી વસુલવાની હતી, જ્યારે તૃપ્તિ હવે માત્ર ૪ કરોડમાં જ આ ફિલ્મ કરવા તૈયાર થઈ રહી છે. તેણે પણ પોતાના સોશિયલ મીડિયા પર તે આ ફિલ્મ કરી રહી હોવાની જાહેરાત કરી દીધી છે. ફિલ્મ હાલ પ્રી પ્રોડક્શનના તબક્કામાં છે. તેમાં પ્રભાસ પોલિસ ઓફિસરના રોલમાં જોવા મળશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.