મારા પપ્પા મારા મોટિવેટર, મારા હિરો: લિડ્ડરની પુત્રી

નવી દિલ્હી, તામિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશમાં જનરલ રાવતની સાથે સાથે સેનાના અન્ય એક ટોચના અધિકારી બ્રિગેડિયર એલ એસ લિડ્ડરનુ પણ નિધન થયુ હતુ.
આજે બ્રિગેડિયર લિડ્ડરનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો અને તે સમયે તેમની ૧૭ વર્ષની પુત્રીએ જે શબ્દો કહ્યા હતા તે સાંભળીને દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. બ્રિગેડિયર લિડ્ડરની પુત્રી આસનાએ કહ્યુ હતુ કે, મારા પપ્પા મારા માટે સૌથી મોટા મોટિવેટર હતા.તેઓ મારી દરેક વાત માનતા હતા.પપ્પાની દરેક યાદ મારી સાથે રહેશે..તેઓ મારા હીરો હતા.
આસનાએ કહ્યુ હતુ કે, આટલા વર્ષો સુધી હું તેમની લાડકી દીકરી હતી.તેઓ મારા હીરો હતા અને મારા બેસ્ટ ફ્રેન્ડ પણ હતા.મારા પિતાના નિધનથી દેશનુ નુકસાન થયુ છે.તેઓ મારા સૌથી મોટા મોટિવેટર હતા.
બ્રિગેડિયર લિડ્ડરના પત્ની ગીતિકા લિડ્ડરે પોતાની લાગણીઓના કાબૂમાં રાખીને અંતિમ સમયે પતિને સલામી આપી હતી અને કહ્યુ હતુ કે, આ રીતે તેઓ ઘરે પાછા આવશે તેવી આશા તો અમે નહોતી રાખી પણ હું સૈનિકની પત્ની છું એટલે હસતા ચહેરે તેમને વિદાય આપી છે. તેમણે કહ્યુ હતુ કે, આ દશનુ નુકસાન છે અને બ્રિગેડિયર લિડ્ડરને શાનદાર વિદાય મળે તે જરુરી હતુ.SSS