મારા પિતા હંમેશા મારા મમ્મીથી સાવચેત રહે છે અને હું તેમને અનુસરું છુંઃ રામ ચરણ

મુંબઈ, ફિલ્મ RRRની ભવ્ય સફળતાને માણી રહેલો સાઉથ સ્ટાર રામ ચરણ પિતા ચિરંજીવી સાથે તેમની અપકમિંગ ફિલ્મ આચાર્યને પ્રમોટ કરવામાં વ્યસ્ત છે. આ એક્શન ડ્રામા ફિલ્મ ૨૯ એપ્રિલે થિયેટરમાં રિલીઝ થવાની છે, જેમાં કાજલ અગ્રવાલ અને પૂજા હેગડે પણ લીડ રોલમાં છે.
ફિલ્મ રિલીઝ થાય તે પહેલા હાલમાં પ્રી-રિલીઝ પાર્ટી યોજાઈ હતી, જેમાં ફિલ્મમેકર એસએસ રાજામૌલી પણ હાજર રહ્યા હતા. હાલમાં એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન, મીડિયા સાથે વાતચીત કરતાં રામ ચરણે પિતા કે પત્નીમાંથી સૌથી વધારે તે કોનાથી ડરે છે તેના વિશે જણાવ્યું હતું. પ્રમોશન દરમિયાન મીડિયાએ સવાલ કર્યો હતો કે, ‘પત્ની ઉપાસના કે પિતા ચિરંજીવી.
તને સૌથી વધારે ડર કોનાથી લાગે છે?. સવાલનો જવાબ આપતાં રામ ચરણે કહ્યું હતું કે, ‘મારા પિતા મારા મમ્મી સાથે હંમેશા સાવચેત રહે છે. તેથી, તેમને અનુસરીને હું મારી પત્ની ઉપાસના સામે સચેત રહું છું. આમ જાેવા જઈએ તો, મમ્મી જ મારા પિતા, કાકા પવન કલ્યાણ ગરુ અને મારા બોસ છે’. આ સિવાય તેણે ફિલ્મ ‘આચાર્ય’માં તેના પાત્ર ‘સિદ્ધા’ વિશે પણ વાત કરી હતી.
તેણે જણાવ્યું હતું કે, ‘સૌથી પહેલા, હું પ્રોડ્યૂસર તરીકે ફિલ્મનો ભાગ બન્યો હતો પરંતુ બાદમાં સિદ્ધાનું પાત્ર ભજવવા કાસ્ટ સાથે જાેડાયો. મારા પાત્રની શરૂઆતની લંબાઈ માત્ર ૧૫ મિનિટ હતી, જે બાદમાં વધારીને ૪૫ મિનિટ કરવામાં આવી હતી.
સિદ્ધાનું પાત્ર મેં અત્યારસુધીમાં ભજવેલામાંથી સૌથી અલગ છે. તમે મારા સીનને, ખાસ કરીને મારા પિતા ચિરંજીવી સાથેના સીનને એન્જાેય કરશો’. સાઉથની ફિલ્મોને દેશભરમાંથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે.
આ અંગે પ્રતિક્રિયા આપતાં તેણે કહ્યું હતું કે, ‘દેશમાં સાઉથ ઈન્ડિયન ફિલ્મોને પોપ્યુલર થતી જાેવી તે આનંદની વાત છે. એક સમયે મારા પિતા કહેતા હતા કે, લોકો માત્ર બોલિવુડના જ એક્ટર્સની વાતો કરે છે. RRR અને KGF-2 જેવી અમારી ફિલ્મોની ચર્ચા દેશભરમાં થાય છે. તેનો ભાગ બનીને ખુશ છું’.SSS