મારા માટે મારા સાસુની સાડી નસીબદાર સાબિત થઈઃ માનસી જોશી રોય
છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય દર્શકોની સાથે જોડાયેલી હોય તેવી આકર્ષક વાર્તા રજૂ કરી છે, ઝી ટીવીએ દર્શકોની સામે વધુ એક વિચાર ઉત્પ્રેરક કાલ્પનિક વાર્તા- ક્યુંકી… સાસ મા, બહુ બેટી હોતી હૈં પ્રેક્ષકોની સામે રજૂ કરવા તૈયાર છે. આ વાર્તા દર્શકોને ગુજરાતમાં લઈ જાય છે, જ્યા એક વાઇબ્રન્ટ નવરાત્રીની ઉજવણી થઈ રહી છે, પણ પાલનપુરના રાજગૌર પરિવારમાં તોફાન મચી ગયું છે,
જ્યાં સૌથી નાની વહુ હેતલ એક વહુની પરંપરાગત વર્તનથી વિરુદ્ધ અલગ થવા માંગે છે. આ અનઅપેક્ષિત ઘટનાથી પરિવારની સૌથી મોટી વહુ અને પરિવારની સર્વેસર્વા અંબિકા તૂટી જાય છે, કેમકે તેની સૌથી પહેલી પ્રાથમિક્તા પરિવારને જોડીને રાખવાની છે.
‘સાસુ ક્યારેય મા કે વહુ ક્યારે દિકરી નથી બની શકતી’ પુત્રવધુની આ માન્યતાને ખોટી સાબિત કરવા માટે, અંબિકા એક અલજ પ્રકારનો નિર્ણય લે છે, જેમાં તેના ઘરના દરવાજે એક અનાથ બાળકી કેસરને કોઈ મૂકીને ગયું હોય તેને એક દિકરી તરીકે નહીં પણ વહુ તરીકે ઉછેરે છે.
તેના પ્રથમ પ્રોમોમાં અંબિકા દ્વારા લેવામાં આવેલા અલગ પગલું એ ચર્ચાનો વિષય બની ગયું છે. આ ચર્ચા દરમિયાન માનસીને અંબિકાનું પાત્ર કરવા માટે ખૂબ જ પ્રેમ મળ્યો છે. તે જણાવે છે કે, એક નાનકડું રહસ્ય છે, જેને તે આ રોલ મેળવવામાં મદદ કરવા પોતાના માટે લકી ચાર્મ ગણે છે.
માનસી જણાવે છે કે, તેની સાસુ સાથે તેના ખૂબ જ સારા સંબંધો છે અને તેને તેને ઓડિશન દરમિયાન સાસુની સાડી અને ઘરેણા પહેરવાનું નક્કી કર્યું છે. આ વસ્તુથી તેની સામેના બધા લોકો પ્રભાવિત થયા એટલું જ નહીં પણ ઓડિશન દરમિયાન તથા પાત્ર મેળવવા માટે તેને આત્મવિશ્વાસ આપ્યો.
માનસી કહે છે, “મારી સાસુ સાથે મારા લગ્ન પહેલાથી ઘણા સારા સંબંધો છે, કેમકે હું અને રોહિત લગભગ 7 વર્ષથી ડેટ કરી રહ્યા હતા. તેઓ હંમેશા મારા મિત્ર અને મારો આત્મવિશ્વાસ બની રહ્યા છે. જ્યારે મને સાડીની જરૂર હોય તો હું હંમેશા તેમની પાસેથી જ લઉં છું.
અમારી ફેશનની પસંદગી ઘણી મળતી આવે છે તો હું તેમના વોર્ડરોબ વિશે સારી રીતે જાણું છું અને તેમનું કલેક્શન ખૂબ જ ભવ્ય છે. જ્યારે મને અંબિકાના પાત્રનું ઓડિશન મળ્યું તો, મેં તેમની એક સાડી તથા કેટલાક ઘરેણા પહેરવાનું નક્કી કર્યું, જેથી મારા પાત્રને એક અધિકૃત દેખાવ મળી રહે. એ દેખાવ એટલો સારો બની રહ્યો કે, તેનાથી મારા આત્મવિશ્વાસમાં વધારો થયો. તો મારા માટે તે ખૂબ જ નસીબદાર સાબિત થયું અને હું હંમેશ માટે તેમની આભારી રહીશ.”
માનસી તેના અંબિકાના પાત્રને કરવા માટે તેનું શ્રેષ્ઠ આપી રહ્યા છે, ત્યારે દર્શકો માટે એ જોવું રસપ્રદ રહેશે કે, શોમાં તેનો પ્રવાસ કેવો રહેશે.