મારા સંતાનોને ડ્રગ્સ જેવી કુટેવ નથી: શત્રુઘ્ન સિન્હા

મુંબઈ, ૨ ઓક્ટોબરે શાહરૂખ ખાનનો દીકરો આર્યન કથિત ડ્રગ્સ પાર્ટીમાંથી પકડાયો હતો. આ કેસથી ફરી એકવાર બોલિવુડમાં ડ્રગ્સના ઉપયોગનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. આ વિશે બોલિવુડના પીઢ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ વાત કરી હતી. શત્રુઘ્નએ કહ્યું કે, તેમની દીકરી સોનાક્ષી અને દીકરાઓ લવ-કુશ ડ્રગ્સ જેવી બદીઓથી હંમેશા દૂર રહ્યા છે.
એક ઈન્ટરવ્યૂમાં શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, તેઓ નસીબદાર છે કારણકે તેમના સંતાનોમાં આવી કોઈ કુટેવો નથી અને તેમનો ઉછેર ખૂબ સારી રીતે થયો છે. શત્રુઘ્ન સિન્હાએ એવો પણ દાવો કર્યો કે, તેમણે તેમના સંતાનોને ક્યારેય ડ્રગ્સ લેતા કે તેના વિશે વાત કરતાં જાેયા નથી.
પીઢ અભિનેતાએ એવી પણ સલાહ આપી કે બાળક ખોટી સંગતમાં ના પડે તેનું ધ્યાન રાખવું જાેઈએ અને દિવસનું ઓછામાં ઓછું એક ટંકનું ભોજન તેમની સાથે લેવું જાેઈએ.
શત્રુઘ્ન સિન્હાએ એમ પણ કહ્યું કે, આર્યન શાહરૂખ ખાનનો દીકરો હોવાથી તેને માફી મળે એવું ના હોવું જાેઈએ, એટલું જ નહીં આ જ કારણોસર તેને નિશાન પણ ના બનાવો જાેઈએ. આર્યન જામીન પર છૂટી જતાં શત્રુઘ્નએ કહ્યું, “સાચો ન્યાય થવો જાેઈએ અને આજે એ જ થયું છે. જણાવી દઈએ કે, ક્રૂઝ પર દરોડા પાડ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ૩ ઓક્ટોબરના રોજ આર્યન ખાનની ધરપકડ કરી હતી.
આર્યન ખાન ૮ ઓક્ટોબરથી આર્થર રોડ જેલમાં બંધ હતો. ૨૮ ઓક્ટોબરે તેના જામીન મંજૂર થયા બાદ દસ્તાવેજી પ્રક્રિયા પૂરી થવામાં બે દિવસ નીકળી ગયા જેના કારણે તે ૩૦ ઓક્ટોબરે સવારે આર્થર રોડ જેલમાંથી છૂટીને પોતાના ઘરે પહોંચ્યો હતો. ૧૪ શરતો અને ૧ લાખના પીઆર બોન્ડ સાથે બોમ્બે હાઈકોર્ટે આર્યનના જામીન મંજૂર કર્યા છે. આર્યન ખાનને તેનો પાસપોર્ટ સ્પેશિયલ કોર્ટમાં જમા કરાવાનો અને એનડીપીસીના સ્પેશિયલ જજની પૂર્વ મંજૂરી વિના દેશ ના છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.SSS