મારા સંસ્કાર આવી ભાષાની મંજુરી આપતા નથી: સચિન પાટલટ
જયપુર, રાજસ્થાનમાં કહેવાય છે કે મુખ્યમંત્રી અશોક ગહલોત અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટની વચત્ચે મહીનાથી ચાલી રહેલી ખેંચતાણનું સમાધાન થયું છે સોમવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની મુલાકાત બાદ સચિન પાયલોટે સમજૂતિ કરી લીધી છે અશોક ગહલોત આ પુરી લડાઇમાં ખુલ્લેઆમ પાયલટ પર વાર કરતા નજરે પડયા હતાં. જેના પર હવે સચિને જવાબ આપ્યો છે. પાયલોટે મંગળવારે આ સંબંધમાં પુછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું કે તેમના મનમાં રાજસ્થાનના મુખ્યમંત્રી પ્રત્યે કોઇ દુર્ભાવના નથી ગહલોતે મીજડિયાની સામે પાયલોટને નિકમ્મા બતાવી હતાં અને તેમના પર આરોપ લગાવ્યો હતો કે તે ભાજપની સાથે મળી તેમની સરકાર તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
નિકમ્મા ટીપ્પણી પર સવાલ પુછવા પર પાયલોટે કહ્યું કે મેં મારા પરિવાર પાસેથી સંસ્કાર શિખ્યા છે ભલે હું ભલે ગમે તેટલો વિરોધ કરૂ હું આવી કોઇ ભાષાનો ઉપયોગ નહીં કરૂ તેમણે કહ્યું કે અશોક ગહલોતજી મારાથી મોટા છે અને હું ખાનગી રીતે તેમનું સન્માન કરૂ છું પરંતુ મારી પાસે કામકાજને લઇ ચિંતા વ્યક્તિ કરવા મારો અધિકાર છે પાયલોટે કહ્યું કે હું મારા મનમાં કોઇ પ્રકારની દુર્ભાવના રાખતો નથી.તેમણે એ વાતનો ઇન્કાર કર્યો કે તેમની અને ગહલોત વચ્ચે વસ્તુઓ એટલી હદે ખરાબ થઇ ગઇ હતી કે સુધારી ન શકાય એ યાદ રહે કે ગહલોતે ગત મહીને પાયલોટને નિકમ્મા નાકારા બોલવાથી લઇ હોર્સ ટ્રેડિંગ અને ભાજપથી મળી કોંગ્રેસની સરકાર તોડી પાડવાનો આરોપ લગાવ્યો હતો ગહલોતે પાયલટથી તેમનું નાયબ મુખ્યમંત્રી પદ અને પ્રદેશ અધ્યક્ષનું પદ છીનવી લીધુ હતું પાર્ટી હાઇકમાન્ડ સાથે વાતચીત કર્યા બાદ સમાધાનના અહેવાલો આવી હ્યાં છે ફરીવાર નાયબ મુખ્યમંત્રી મળશે કે નહીં તેવા સવાલના જવાબમાં સચિને કહ્યું કે મેં પાર્ટી માટે કામ કર્યું છે અને મને પાર્ટી જે પદ આપશે તેના પર કામ કરીશ મેં કોઇ પદની માંગ કરી નથી મારી ફરિયાદ હતી જેના પર કામ કરવા માટે પાર્ટીએ મને આશ્વાસન આપ્યું છે. જયારે પુછવામાં આવ્યું કે છું તમે પાછા નેતૃત્વ પરિવર્તનની માંગ છોડી દીધી છે તો તેમણે કહ્યું કે મેં મારા તમામ મુદ્દા પાર્ટી હાઇકમાન્ડની સામે રાખ્યા છે પાર્ટીએ એક રોડમેપ તૈયાર કર્યર્ો છે મને વિશ્વાસલ છે કે તેમાંથી કંઇક સારૂ નિકળશે.HS