મારી દીકરીની જેમ સુશાંતને પણ મારી નાખ્યો: જિયા ખાનની માતા
મુંબઇ, સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસની તપાસ માટે ભલે મામલો સીબીઆઇમાં દાખલ થઇ ગયો છે પણ રિયા ચક્રવર્તીની અપીલ બાદ નિર્ણય સુપ્રીમ કોર્ટ સંભળાવશે કે આખરે આ કેસ કોના હાથમાં રહેશે આજ કારણે ફરી એક વખત સુશાંતના ફ્રેન્સ પરિવાર અને સેલિબ્રિટીઝે સીબીઆઇ તપાસની માંગ કરી છે બોલીવુજ એકટ્રેસ જિયા ખાનની માતા રાહિયા ખાને પણ સુશાંતના કેસની તપાસ સીબીઆઇને કરાવવાની વાત કરી છે તેણે સુશાંતના નિધનને આત્મહત્યા નહીં પણ હત્યા ગણાવી છે.તેણે કહ્યું કે જે રીતે મારી દીકરીના મોતને આત્મહત્યાનું રૂપ આપી દેવામાં આવ્યું હતું તે જ રીતે સુશાંતના કેસમાં પણ થયું છે.
રાબિયા ખાને સીબીઆઇ તપાસ માટે એક લાંબી પોસ્ટ શેર કરી છે તેણે લખ્યું છે કે મને આનાથી વધુ મજબુર બેબસ અને ઉદાસ પહેલા કયાકેય અનુભવાયું નથી જે રીતે મારી દીકરીને મારી નાખવામાં આવી તેમજ સુશાંતની સાથે થયું છે સુશાંત અને જિયાને પહેલા ખોટું અટેંશન અને પ્યાર આપવામાં આવ્યું જયારે બંન્ને તેમના નાર્સિસ્ટ સાઇકોપેથિક ગેસ લાઇટિંગ પાર્ટનર્સની જાળમાં ફસાઇ ગયા તો તેમને શારીરિક રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું અને તેમને ગાળો આપવામાં આવી બંન્નેનો પૈસા માટે ઉપયોગ થયો અને પરિવાર અને તેમના હિતેચ્છુઓથી દુર કરી દેવામાં આવ્યા જયારે જિયા અને સુશાંતને માનસિક રીતે ડિસેબલ કરાર કરી દેવામાં આવ્યા અને તેમને કામ ન હોવાને કારણે ડિપ્રેસ્ડ છે તેમ કહેવામાં આવ્યું.
જયારે પાર્ટનર્સ તેમનો કંટ્રોલ ખોવા લાગ્યા તો તેમને હોમિસાઇડલ ડેથને સુસાઇડ કહેવામાં આવ્યું તે વધુમાં લખે છે જિયા ખાન અને સુશાંતને નાર્સિસ્ટિક ક્રિમિનલ પાર્ટનર્સ તાકાતવર બોલીવુજ માફિયાઓ અને નેતાઓથી જાેડાયેલા છે કારણ કે પોલીસ સત્ય બહાર નથી લાવી શકી રહી રાબિયાએ કહ્યું કે પોલીસે તેમનો બધો જ સમય પુરાવા મીટાવવા અને હોમિસાઇડલ ડેથને સુસાઇડ કરાર કરવામાં વિતાવ્યો પોતાની અતરંગી કહાનીને સપોર્ટ આપવા માટે તે બોલિવુડ માફિયા અને તેમની સિન્ડિકેટ મીડિયાનો સહારો લે છે અને ડિપ્રેશનની સ્ટોરીને ફેલાવે છે આ માટે મહેશ ભટ્ટને એન્કરની જેમ વાપરે છે. વધુમાં રાબિયા લખે છે કે જનતાના મનમાં સંશય કરવા માટે ક્રિમિનલ્સ પીજિત પરિવાર પર પૈસાની લાલચ ખોટી પરવરિશ જેવા આરોપ લગાવે છે.HS