‘મારી નહીં તો કોઈની નહીં’ કહીને પૂર્વ પ્રેમીએ પ્રેમિકાને છરો ભોંકી દીધો

Files Photo
વડોદરાના ડેસરમાં યુવતીના ૨૦ દિવસ પહેલા જ અન્ય યુવક સાથે લગ્ન થયા હતા
વડોદરા, વડોદરા નજીક આવેલા ડેસરમાં પૂર્વ પ્રેમીએ પરિણીત પ્રેમિકાના ઘરે જઈને તું મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે હું તને કોઈની નહીં થવા દઉં કહીને તેની પીઠમાં છરો ભોંકી દીધાની ઘટના સામે આવી છે. સામા પક્ષે પ્રેમીના પરિવારે પણ તેમના દિકરા પર હુમલો થયાની ફરિયાદ નોંધાવી છે. હુમલામાં ઘાયલ યુવતી અને યુવકને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
ડેસર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર જયશ્રી (નામ બદલ્યું છે)ના લગ્ન ૨૦ દિવસ પહેલાં જ એક યુવક સાથે થયા હતા. લગ્ન પહેલાં જયશ્રીને ડેસર ગામના જ શક્તિસિંહ પરમાર નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ લગ્ન બાદ તેની સાથે કોઈ સંબંધ ન હતો.
શનિવાર બપોરે જયશ્રી કૌટુંબિક કાકાના ત્યાં લગ્નમાં ગઈ હતી. જ્યાં પૂર્વ પ્રેમી શક્તિસિંહ આવ્યો હતો અને તેણે તું મારી સાથે કેમ પ્રેમ સંબંધ રાખતી નથી. તું મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.
લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ રાત્રે નવ વાગ્યે જયશ્રી તેની દાદી પાસે બેઠી હતી. ત્યારે શક્તિસિંહ હાથમાં છરો લઈને આવ્યો હતો. શક્તિસિંહ હાથમાં છરો લઈને આવ્યો હતો. શક્તિસિંહે ત્યાં જયશ્રીને ઉભી કરી બાથમાં ભીડી કહ્યું હતું કે, તું મારી સાથે પ્રેમ સંબંધ નીં રાખે તો હું તને કોઈની નહીં થવા દઉઁ,
આજે તો હું તને પતાવી દઈશ. આ બાલેતાની સાથે જ ૧૯ વર્ષના પૂર્વ પ્રેમી શક્તિસિંહે જયશ્રીના પીઠમાં છરો ભોંકી દીધો હતો. જેથી જયશ્રી લોહી લુહાણ થઈ ગઈ હતી અને તેણે બચાવવા બૂમો પાડી હતી.
જયશ્રીની બૂમો સાંભળીને તેનો ભાઈ દોડી આવ્યો હતો અને તેની સાથે ઝપાઝપી થઈ હતી. લોહીથી લથબથ જયશ્રીને ૧૦૮ એમ્બ્યુલન્સમાં પહેલા સાવલી ખાતે હોસ્પિટલમાં લઇ જવાઇ હતી અને ત્યારબાદ વધઉ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
શક્તિસિંહના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પુત્ર શક્તિસિંહને જયશ્રી સાથે પ્રેમ સંબંધ હતા કે, નહીં તે અંગે પૂછતાં જયશ્રીના સંબંધીએ જ બોલાવ્યો હતો. જાે કે શક્તિસિંહે કહી દીધું હતું કે જયશ્રી મને ફોન કરે છે, મારે તેની સાથે કોઈ સંબંધ રાખવો નથી.
આ દરમિયાન જયશ્રીનો ભાઈ પાવડો લઈને આવ્યો હતો અને તું મારી બહેનને કેમ પરેશાન કરે છે તેમ કરી શક્તિસિંહના માથામાં ફટકો માર્યાે હતો. જેથી લોહીલુહાણ શક્તિસિંહને સાવલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.