મારી રાખને ગંગામાં ન વહાવતા કંગના રનૌતે કવિતા શેર કરી
મુંબઈ,: બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત સળગતા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય મુક્તપણે મૂકે છે. સાથે જ સોશિયલ મીડિયા દ્વારા કંગના પોતાની રોજિંદી જિંદગીની અપડેટ પણ ફેન્સને આપતી રહે છે. તો ક્યારેક કંગના પોતાના વિચારોને કવિતાનું રૂપ આપીને સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
થોડા સમય પહેલા એક્ટ્રેસે લોકડાઉન દરમિયાન લખેલી કવિતા ફેન્સ સાથે શેર કરી હતી. ત્યારે હવે રાખના શીર્ષક સાથે લખેલી કંગનાની કવિતા ચર્ચામાં છે. કંગના રનૌતે ફેમિલી સાથે તાજેતરમાં જ કરેલી હાઈકિંગ ટ્રીપનો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ કવિતા શેર કરી છે.
વિડીયોમાં કંગના બરફમાં દોડતી, રગડતી, ભાણિયા પૃથ્વી સાથે મસ્તી કરતી અને પરિવારજનો પર બરફ ફેંકતી જાેવા મળે છે. બરફમાં આ રીતે મસ્તી કરીને કંગના પોતાની બાળપણની યાદો તાજી કરી રહી છે. વિડીયો શેર કરતાં કંગનાએ લખ્યું, રાખ નામની કવિતા લખી છે.
હાઈકિંગ વખતે આ કવિતાની પ્રેરણા મળી છે, સમય મળે ત્યારે જાેજાે. વિડીયોમાં કંગના કહે છે કે, તેની રાખને ગંગામાં વિસર્જિત ના કરતાં કારણકે દરેક નદી અંતે સમુદ્રમાં ભળી જાય છે અને તેને સમુદ્રની ઊંડાઈથી ડર લાગે છે.
કંગનાની ઈચ્છા છે કે તેની રાખને પહાડોમાં વિખેરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, કંગના રનૌત ૨૫ ડિસેમ્બરે પોતાના પરિવાર સાથે બરફના પહાડો વચ્ચે હાઈકિંગ માટે ગઈ હતી. કંગનાએ ફેમિલી ટ્રિપની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
કંગનાએ તસવીરો શેર કરતાં લખ્યું, મારા પરિવાર સાથે હાઈકિંગ પર ગઈ હતી. અદ્ભૂત અનુભવ રહ્યો. મારી ભાભી ઈન્સ્ટાગ્રામ ક્વિન છે. તેમને બધા જ ફિલ્ટર વિશે ખબર છે અને તે મને ફિલ્ટર વાપરતાં શીખવી રહી છે. કંગનાએ શેર કરેલી તસવીરમાં તેની સાથે ભાભી, ભાણિયો પૃથ્વી અને બહેન રંગોલી જાેવા મળે છે. વર્કફ્રંટની વાત કરીએ તો, કંગના ફિલ્મ થલાઈવીમાં તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના રોલમાં જાેવા મળશે. આ સિવાય કંગના ‘ધાકડ’ અને ‘તેજસ’ જેવી ફિલ્મોમાં જાેવા મળશે.