Western Times News

Gujarati News

મારી સરકાર ઘર સંભાળતી ગૃહિણીઓને દર મહિને પગાર આપશે: કમલ હસન

નવી દિલ્હી, અભિનેતામાંથી નેતા બનેલા કમલ હસને મક્કલ નીધી મૈયમ એટલે કે MNM નામની પાર્ટી બનાવી છે.કમલ હસને તામિલનાડુમાં આગામી વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી તેજ કરી દીધી છે.

કમલ હસને જનતાને જે ચૂંટણી વાયદા કર્યા છે તે ચર્ચાનો વિષય બની રહ્યા છે અને આ પૈકીનો એક વાયદો કદાચ અત્યાર સુધી કોઈ રાજકીય પક્ષે જનતાને કર્યો નથી.કમલ હસને કહ્યુ છે કે, મારી પાર્ટી જો ચૂંટણી જીતીને સત્તા પર આવીશ તો ગૃહિણીઓને દર મહિને પગાર આપવામાં આવશે.

કમલ હસનના આ વાયદાની કોંગ્રેસના સાંસદ શશી થરુરે પણ પ્રશંસા કરી છે.કમલ હસને પોતાની પાર્ટીનો પ્રચાર પણ શરુ કરી દીધો છે.પાર્ટીનુ કહેવુ છે કે, મહિલાઓને શિક્ષા, રોજગાર અને ઉદ્યોગ થકી સશક્ત બનાવવામાં આવશે.જે મહિલાઓ ઘર સંભાળે છે તેમને સમાજ તરફથી નજર અંદાજ કરવામાં આવે છે.તેઓ ઘરમાં જે કામ કરે છે તેના પર ધ્યાન અપાતુ નથી એટલે પાર્ટી ગૃહિણીઓને માસિક વેતન આપશે.

દરમિયાન હસને ડીએમકે અને એઆઈડીએમકે પર નિશાન સાધતા કહ્યુ છે કે, જનતા હવે બંને પાર્ટીઓથી કંટાળી ગઈ છે અને બદલાવ ઈચ્છે છે.મારી પાર્ટીને લોકોનો મળી રહેલો પ્રેમ એ વાતનુ પ્રમાણ છે કે, લોકો ભ્રષ્ટાચારથી થાકયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.