મારી સરકાર બનશે તો અમેરિકા પેરિસ એગ્રીમેટમાં સામેલ થશે: બ્રિડેન
વોશિંગ્ટન, અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણી માટે મતની ગણતરી હજુ ચાલુ છે અને હાલમાં બ્રિડેન અને ટ્રંપ વચ્ચે કાંટાની ટકકર જાેવા મળી રહી છે આ વચ્ચે રિપલબ્કન અને ડેમોક્રેટિક તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો વચ્ચે નિવેદનો દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે જીતની નજીક પહોંચેલા બ્રિડેને આ વચ્ચે એક મોટું નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે તેમની સરકાર બનશે તો અમેરિકા પેરિસ એગ્રીમેંટમાં ફરી સામેલ થઇ જશે.
અમેરિકા સત્તાવાર રીતે પેરિસ કલાઇમેટ એગ્રેમેંટથી બહાર થયું છે ટ્રંપે ઘણા સમય પહેલા જ આ અંગેનું એલાન કર્યું હતું અને હવે બધી કાયદાકીય પ્રક્રિયા પુરી થઇ ગઇ છે. બ્રિડેને ટ્વીટ કરી લખ્યું આજે ટ્રંપ તંત્ર દ્વારા સત્તાવાર રીતે પેરિસ કલાઇમેટ એગ્રિમેંટ છોડી દીધુ છે પરંતુ ૭૭ દિવસ પછી બ્રિડેન તંત્ર તેમાં બીજી વખત સામેલ થશે ટ્ંપ તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે કલાઇમેટ ચેંજ માટે સૌથી વધારે રકમ અમેરિકા આપે છે પરંતુ કલાઇમેટને સૌથી વધુ નુકસાન ભારત ચીન જેવા દેશ પહોંચાડે છે.તેવામાં આ દેશોએ પણ અમેરિકા જેટલી રકમ આપવી જાેઇએ અને તેઓ બહાર થયા હતાં.HS