Western Times News

Gujarati News

મારું દિલ તોડનારા બોયફ્રેન્ડે જ દર્દની દવા કરી હતીઃ જાન્હવી કપૂર

દર મહિને બ્રેક અપ કરતી અને પછી બોયફ્રેન્ડની માફી માગતી

જાન્હવી કપૂર હાલ મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં બિઝી છે, રાજકુમાર રાવ સાથેની ઉલઝ પણ રિલીઝ માટે તૈયાર છે

મુંબઈ,જાન્હવી કપૂર અને શિખર પહારિયા ડેટિંગ કરી રહ્યા હોવાનું લાંબા સમયથી કહેવાય છે. તેમણે પોતાના રિલેશન્સનો ઈનકાર નથી કર્યાે અને ક્યારેય કન્ફર્મ પણ નથી કર્યા. પોતાની લવલાઈફ અંગે ઈન્ટ્રેસ્ટિંગ અપડેટ આપતાં જાન્હવીએ જણાવ્યું હતું કે, તેનું દિલ તોડનારા બોયફ્રેન્ડે જ દર્દની દવા કરી હતી. પછી તો સ્થિતિ એવી હતી કે, દર મહિને તે વ્યક્તિ સાથે બ્રેકઅપ થતું હતું. જાન્હવી કપૂર હાલ મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં બિઝી છે. રાજકુમાર રાવ સાથેની ઉલઝ પણ રિલીઝ માટે તૈયાર છે.

જાન્હવીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન રોમેન્ટિક રિલેશનશિપ અંગે ખુલીને વાત કરી હત. જાન્હવીએ જણાવ્યું હતું કે, હકીકતમાં તેણે જીવનમાં માત્ર એક જ હાર્ટબ્રેક અનુભવ્યું છે. જો કે તે જ વ્યક્તિ મારી પાસે પરત આવી અને મને રાહત અપાવી. જાન્હવીએ પિરિયડ્‌સ દરમિયાન મૂડ સ્વિંગ્સ અને તેના કારણે રિલેશનશિપ પર પડતી અસરો અંગે પણ વાત કરી હતી.

જાન્હવીએ કહ્યું હતું કે, શરૂઆતના એકાદ-બે વર્ષ પિરિયડ્‌સમાં વધુ તકલીફ પડતી હતી અને તે આ વ્યક્તિ સાથે દર મહિને બ્રેકઅપ કરી લેતી. બે-ત્રણ દિવસ રહીને સ્થિતિ સમજાતી અને હું સામે ચાલીને તેની માફી માગતી. તેના ખભે માથું મૂકીને રડતી અને આવું વર્તન કેમ કર્યું તેની ખબર ન પડી હોવાનું જણાવતી.

બોયફ્રેન્ડ પોતે પણ બે-ત્રણ મહિના આઘાતમાં રહેતો. ધીમે-ધીમે તે પણ ટેવાઈ ગયો અને મારું મગજ આ જ રીતે કામ કરે છે તે સમજાયું હતું. જાન્હવીએ પોતાના બોયફ્રેન્ડની વાત કરતી વખતે શિખરનું નામ લીધું ન હતું, પરંતુ જાન્હવીએ તેની જ વાત કરી હોવાનું મનાય છે.
SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.