મારુતિએ ૧.૮૦ લાખથી વધુ ગાડીઓ પરત મગાવી
નવી દિલ્હી, મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ પોતાના ઘણાં મૉડલની ૧.૮૦ લાખથી વધારે ગાડીઓ પરત મગાવી છે. મારુતિની સિયાઝ , અર્ટિગા, વિટારા બ્રેઝા, એસ ક્રોસ અને એક્સએલ૬ જેવા મૉડલના પેટ્રોલ વેરિયન્ટ પરત મગાવવામાં આવ્યા છે. કારણકે તારીખ ૪ મે, ૨૦૧૮થી ૨૭ ઓક્ટોબર, ૨૦૨૦ દરમિયાન બનેલી આ ગાડીઓમાં થોડી સમસ્યાની સંભાવનાઓને ધ્યાનમાં રાખતા આ ગાડીઓને પરત મગાવવામાં આવી છે. કારણકે મારુતિ સુઝુકીને શંકા છે કે આ સમયગાળામાં બનેલી ૧૮૧,૭૫૪ ગાડીઓમાં મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હોઈ શકે છે.
મારુતિ સુઝૂકીએ આ સમયગાળામાં બનેલી ગાડીઓને દુનિયાભરમાંથી પરત મગાવીને મરામત કરવાનો ર્નિણય લીધો છે. મારુતિ સુઝૂકીએ શેર બજારને જાણકારી આપી છે કે ગ્રાહકોના હિતમાં ગાડીના અલગ-અલગ મૉડલની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ ગાડીઓને પરત મગાવવામાં આવી છે. મારુતિએ કહ્યું કે મોટર જનરેટર યુનિટની તપાસ અને તેને રિપ્લેસ કરવા માટે મારુતિની આ કાર પરત મગાવવામાં આવી રહી છે. મારુતિ સુઝૂકીએ શેર બજારને જાણકારી આપી છે કે નવેમ્બરના પ્રથમ અઠવાડિયાથી ગાડીઓની મરામત કરવાની આ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મારુતિ સુઝૂકીએ કહ્યું કે ત્યાં સુધી આ સમયગાળામાં બનેલી ગાડીઓ પાણીમાં લઈ જવી નહીં અને તેના ઈલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનિક પાર્ટ્સ પર સીધું પાણી નાખતા બચવું જાેઈએ.
મારુતિ સુઝુકી ઈન્ડિયાએ કહ્યું કે આ સમયગાળામાં બનેલી ગાડીઓ વિશે જાણવા માટે ગ્રાહક મારુતિની વેબસાઈટ પર વિઝિટ કરી શકે છે. મારુતિએ કહ્યું કે અર્ટિગા અને વિટારા બ્રેઝા મૉડલ ખરીદનાર ગ્રાહક www.marutisuzuki.com પર જ્યારે એસ ક્રોસ, સિયાઝ અને એક્સએલ૬ મૉડલ ખરીદનાર ગ્રાહક www.nexaexperience.comપર જઈને પોતાની ગાડી વિશે જાણી શકે છે. આ સિવાય મારુતિના ગ્રાહક પોતાની ગાડીનો ચેસિસ નંબર નાખીને તે વિશેની જાણકારી મેળવી શકે છે.SSS