મારુતિ XL6 ભારતમાં 21 ઓગસ્ટે લોન્ચ થશે
નવી દિલ્હી, આ અઠવાડિયામાં ઓટોમોબાઈલ માર્કેટમાં ચાર મોટા લોન્ચિંગ થવા જઈ રહ્યા છે અને જો નિષ્ણાંતોની વાત માની લેવામાં આવે તો આ કાર કંપનીઓના વેચાણને વેગ આપી શકે છે. Maruti Suzuki ના નવા એમપીવી XL6 સાથે આગામી નવા લોંચ કરવાની તૈયારીઓ કરી લીધી છે. કંપની નવી XL6 ને તેના પ્રીમિયમ આઉટલેટ નેક્સા દ્વારા વેચશે. આ માટે બુકિંગ શરૂ થઈ ગયા છે, ગ્રાહકો માત્ર 11,000 રૂપિયા આપીને બુક કરાવી શકે છે.
મારુતિની નવી એક્સએલ 6 ની કિંમત હાલની એર્ટિગા કરતા થોડી વધારે હશે. નવા એક્સએલ 6 ની અંદાજિત કિંમત 9.5 લાખ રૂપિયાથી વધીને 11.50 લાખ રૂપિયા થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે નવી એક્સએલ 6 એર્ટિગા કરતા વધુ પ્રીમિયમ કેટેગરીમાં આવે છે.
સૂત્ર અનુસાર, મારુતિ સુઝુકીની નવી એમપીવી એક્સએલ 6 ને બે વેરિએન્ટમાં લોન્ચ કરી શકાય છે જે અનુક્રમે ઝેટા અને આલ્ફા હશે. આ સિવાય પ્રીમિયમ સિલ્વર, મેગ્મા ગ્રે, રેડ, ખાખી, આર્ક્ટિક વ્હાઇટ અને નેક્સા બ્લુ સહિત 6 કલર ઓપ્શનમાં મળશે.
માનવામાં આવી રહ્યું છે કે નવી એમપીવી એક્સએલ 6 ફક્ત એક એન્જિનમાં લોન્ચ કરવામાં આવશે. જે 1.5 લિટર કે 1.5 બી પેટ્રોલ એન્જિન હશે. ખાસ વાત એ છે કે આ એન્જિન BS-6 ધોરણોને અનુરૂપ હશે અને તે હાઇબ્રિડ સિસ્ટમ સાથે આવશે. નવું એન્જિન 105 પીએસ પાવર અને 138 NM ટોર્ક જનરેટ કરશે. અને તે મેન્યુઅલ અને એએમટી ગિયરબોક્સથી સજ્જ હશે. સ્ત્રોત અનુસાર, નવા XL6 નું મેન્યુઅલ વર્ઝન 19.01 kmpl નું માઇલેજ આપશે જ્યારે તેનું AMT વર્ઝન 17.99 kmpl નું માઇલેજ આપશે.