મારૂતિ સુઝુકીના ડાયરેક્ટરે અમદાવાદ કલેક્ટર સંદિપ સાગલેને મળ્યા
આજે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મારૂતિ સુઝુકી કંપનીના ડાયરેક્ટર શ્રી કેનીછીરો ટોયોફુકુએ અમદાવાદ કલેક્ટર શ્રી સંદિપ સાગલેની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
શ્રી કેનીછીરો મારૂતિ સુઝુકી કંપનીમાં કોર્પોરેટ પ્લાન્ટીંગ ના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓએ આ શુભેચ્છા મુલાકાતમાં અમદાવાદ કલેક્ટર શ્રી સાથે વિવિધ મુદ્દે ચર્ચા પણ કરી હતી.