મારૂતિ સુઝુકી અલ્ટો 40 લાખ વેચાણનું સીમાચિહ્ન હાંસલ કરનાર એક માત્ર કાર બની
ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગમાં સતત નવા ધોરણો સ્થાપિત કરતી ભારતની સૌથી પ્રિય કાર મારૂતિ સુઝુકી અલ્ટો કુલ 40 લાખ વેચાણના અભુતપૂર્વ સીમાચિહ્નની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. મજબૂત વારસાને આધારે ભારતીય કાર ખરીદદારોમાં અલ્ટો મુખ્ય પસંદગી છે અને 76 ટકા અલ્ટો ગ્રાહકોએ તેને પ્રથમ કાર તરીકે પસંદ કરી છે. ભારતની બેસ્ટ-સેલિંગ કાર તરીકે ઓળખ ધરાવતી અલ્ટોએ તેના મૂલ્યવાન ગ્રાહકોવિશ્વાસ અને સહયોગ વિના આ સીમાચિહ્ન હાંસલ કર્યું ન હોત.
વર્ષ 2000થી લોકપ્રિયતા અને વિશ્વાસમાં સતત વધારા સાથે મારૂતિ સુઝુકી અલ્ટો વિવિધ ભૌગોલિક સ્થળો ઉપર સંખ્યાબંધ પરિવારોનો હિસ્સો બની છે. અલ્ટોએ સમયાંતરને અપગ્રેડ્સ અને નવી ટેક્નોલોજી ઓફરિંગ્સ સાથે તેના વારસાને સતત મજબૂત કર્યો છે. 40 લાખથી વધુ ભારતીય પરિવારોને મોબિલિટી પ્રદાન કરતાં બ્રાન્ડ અલ્ટોએ ભારતીય કાર માર્કેટમાં સતત 16 વર્ષથી નિર્વિવાદ લીડર તરીકેની સ્થિતિ જાળવી રાખી છે.
આ સફળતા અંગે પ્રતિક્રિયા આપતાં મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “અલ્ટો સતત 16માં વર્ષે નં. 1 સેલિંગ કાર બની છે અને અમે 40 લાખ વેચાણના મહત્વપૂર્ણ સીમાચિહ્નની જાહેરાત કરતાં ગર્વ અનુભવીએ છીએ. આ વેચાણનો રેકોર્ડ બન્યો છે, જે અન્ય કોઇપણ ભારતીય કાર દ્વારા હાંસલ થયો નથી.”
તેમણે ઉમેર્યું હતું કે, “વર્ષો દરમિયાન બ્રાન્ડ અલ્ટોએ અમારા ગ્રાહકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપ્યું છે અને ગર્વનું પ્રતિક બની છે. અમે અમારી સિદ્ધિ અમારા ગૌરવ ધરાવતા અને ખુશ અલ્ટો પરિવારના સભ્યોને સમર્પિત કરીએ છીએ, જેમણે ભારતની પસંદગીની કાર બનાવવામાં અમારામાં વિશ્વાસ અને સહયોગ આપ્યો છે.”
અલ્ટો કોમ્પેક્ટ મોર્ડન ડિઝાઇન, સરળ ઉપયોગ, ઉચ્ચ ઇંધણ કાર્યક્ષમતા, અપગ્રેડ કરાયેલી સુરક્ષા અને કમ્ફર્ટ ફીચર્સનું બેજોડ મિશ્રણ ધરાવે છે. અલ્ટોના સરળ કાર્યાત્મક પાસા સાથે સ્ટાઇલિશ લૂક અને મારૂતિ સુઝુકીના વિશ્વાસ અને ટકાઉપણા સાથે ઓલ ન્યુ અલ્ટો ભારતીય ગ્રાહકો વચ્ચે વધુ આકર્ષક છે. અલ્ટોના ગ્રાહકોનો મજબૂત આધાર સમયસર અપગ્રેડ અને બ્રાન્ડમાં તાજગીનો પુરાવો છે.
અલ્ટો ભારતની પ્રથમ એન્ટ્રી લેવલ કાર છે, જે બીએસ6નું પાલન કરે છે તથા નવા ક્રેશ અને રાહદારી સલામતી નિયમો સાથે સુસંગત છે. ડાયનામિક ન્યુ એરો એજ ડિઝાઇન અને નવા સેફ્ટી ફીચર્સ સાથે અલ્ટો ગ્રાહકોને યાદગાર માલીકીનો અનુભવ આપે છે. તે પેટ્રોલમાં પ્રતિ લીટર 22.05 કિમી અને સીએનજીમાં પ્રતિ કિલો 31.56 કિમીની ઇંધણ કાર્યક્ષમતા ઓફર કરે છે.