મારૂતિ સુઝુકી ઇકોએ ભારતમાં 10 વર્ષની ભવ્ય ઉજવણી કરી
મારૂતિ સુઝુકીની આઇકોનિક વર્સેટાઇલ વેન ઇકો 10 વર્ષની ભવ્ય ઉજવણી કરી રહી છે. એક દાયકાની સફળ કામગીરીમાં વર્સેટાઇલ વેનનું કુલ વેચાણ 7 લાખ યુનિટને પાર કરી ગયું છે તથા વેન સેગમેન્ટમાં 90 ટકા બજાર હિસ્સા સાથે નિર્વિવાદ નેતૃત્વ ધરાવે છે. તેની પ્રેક્ટિકલ અને સ્પેશિયસ ડિઝાઇન અને પાવરફુલ પર્ફોર્મન્સ સાથે મારૂતિ સુઝુકી ઇકો એક દાયકાથી દેશના વેન સેગમેન્ટમાં વર્ચસ્વ સ્થાપ્યું છે.
ઇકોએ પારિવારિક મુસાફરી માટે આદર્શ હોવાની ઓળખ પ્રાપ્ત કરી છે તેમજ તે વિશ્વસનીય બિઝનેસ વિહિકલ પણ છે. આ મલ્ટીપર્પઝ વેને ઉત્તમ માઇલેજ, બેસ્ટ-ઇન-સેગમેન્ટ કમ્ફર્ટ, સ્પેસ, પાવર અને નીચા મેન્ટેનન્સ ખર્ચ સાથે મજબૂત ઉપસ્થિત સ્થાપિત કરી છે. બેસ્ટ-ઇન-ક્લાસ સેફ્ટી ઓફર કરવા સાથે તે વૈવિધ્યસભર ઉપયોગ માટે બનાવવામાં આવી છે.
સેગમેન્ટમાં ઇકોના નિર્વિવાદ નેતૃત્વના 10 કારણોઃ
- તે ઉત્તમ માઇલેજ, બેસ્ટ-ઇન-સેગમેન્ટ કમ્ફર્ટ, સ્પેસ, પાવર અને નીચા મેન્ટેનન્સ ખર્ચ સાથે વેન સેગમેન્ટમાં લીડર છે
- વર્સેટાઇલ વેન ઇકો બિઝનેસ અને વ્યક્તિગત જરૂરિયાતો બંન્નેને પૂર્ણ કરે છે તથા બિઝનેસ અને વ્યક્તિગત ઉપયોગ એમ બંન્ને ગ્રાહકોના ઉપયોગથી 50 ટકા વધુ પ્રદાન કરે છે
- આરામદાયકતા અને ઉપયોગિતાનું ઉત્તમ મિશ્રણ ધરાવતી મારૂતિ સુઝુકી ઇકો 1.2લી પેટ્રોલ બીએસ6 એન્જિન સાથે પાવર-પેક્ડ પર્ફોર્મન્સ ઓફર કરે છે, જે પ્રતિ લીટર પેટ્રોલ ઉપર 16.11 કિમીની ઉર્જા કાર્યક્ષમતા સાથે54kW@6000rpmપાવર / 98Nm@3000rpm ટોર્ક અને પ્રતિ કિલો સીએનજી ઉપર 2.88 કિમી સાથે 46kW@6000rpm પાવર / 85Nm@3000rpm ટોર્ક ડિલિવર કરે છે.
- ઇકોએ ડ્રાઇવર એરબેગ, એબીએસ સાથે ઇબીડી, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ, ડડ્રાઇવર અને કો-ડ્રાઇવર સીટ બેલ્ટ રિમાઇન્ડર તેમજ હાઇ-સ્પીડ એલર્ટ સિસ્ટમ જેવી બેસ્ટ-ઇન સેગમેન્ટ સુરક્ષા વિશેષતાઓ રજૂ કરી છે.
- મારૂતિ સુઝુકીના મિશન ગ્રીન મિલિયનને મજબૂત કરતાં ઇકો ટકાઉ મોબિલિટી સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે કટીબદ્ધ છે. બીએસ6 સીએનજી વેરિઅન્ટ ફેક્ટરી ફિટેડ એસ-સીએનજીથી સજ્જ છે, જે તમામ ભૌગિલોક સ્થિતિઓમાં મહત્તમ પર્ફોર્મન્સ અને ડ્રાઇવબિલિટી માટે સજ્જ છે.
- વેન સેગમેન્ટમાં ઇકો તેની પ્રેક્ટિકલ ડિઝાઇન અને પાવરફુલ ટેક્નોલોજી સાથે બ્રાન્ડ અંગે ઉચ્ચ જાગૃતિ ધરાવે છે. 84 ટકાથી વધુ ઇકો ગ્રાહકો પૂર્વ-નિર્ધારિત ખરીદદાર હોય છે.
- કેટેગરી લીડર હોવા ઉપરાંત ઇકો તેની પ્રેક્ટિકલ ડિઝાઇન અને પાવરફુલ ફીચર્સ સાથે વર્ષ 2019-20માં દેશમાં ટોચના 10 સૌથી વધુ વેચાતા વાહનો પૈકીની એક છે.
- અમારા ગ્રાહકોના આંતરિક આંકડા મૂજબ 66 ટકા ઇકો માલીક અન્ય વેનની તુલનામાં ઇકો લાંબા ડ્રાઇવ માટે આરામદાયક હોવાનું અનુભવે છે.
- સમસ્યા-મુક્ત ડ્રાઇવ અને નીચા મેન્ટેનન્સ ખર્ચ સાથે ઇકોએ મુખ્યત્વે ગ્રામિણ માર્કેટ્સમાં 68 ટકાની બેજોડ વૃદ્ધિ દર્શાવી છે.
- ગ્રાહકોની પસંદગીની ઇકો 5-સીટર, 7-સીટર, કાર્ગો અને એમ્બ્યુલન્સ સાથે વિવિધ જરૂરિયાતો માટે 12 વેરિઅન્ટન્સની વિશાળ શ્રેણી ઓફર કરે છે.
બેજોડ વારસાના 10 વર્ષ સાથે મારૂતિ સુઝુકી ઇકોએ 7 લાખ સંતુષ્ટ ગ્રાહકો સાથે વિશિષ્ટ સ્થાન હાંસલ કર્યું છે. તે બેજોડ ફીચર્સ સાથે મારૂતિ સુઝુકીના પોર્ટફોલિયોને મજબૂત કરવાનું જાળવી રાખશે.
ગ્રાહકોની સતત બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિશેષ પ્રકારે ડિઝાઇન કરાયેલી ઇકો હંમેશા વન-સ્ટોપ સોલ્યુશન બની રહેશે. ભારતની સૌથી વધુ વેચાણ ધરાવતી મલ્ટી-પર્પઝ વેન હોવા સાથે મારૂતિ સુઝુકી ઇકો INR 380,800/-. શરૂઆતી કિંમત સાથે ભાગીદારી, વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા આધારસ્તંભ ઉપર નિર્મિત છે. આ સાથે ઇકો સાચા અર્થમાં બ્રાન્ડ મેસેજ વહેતો કરે છે “તમારા પરિવાર અને બિઝનેસનો નં.1 પાર્ટનર”.