Western Times News

Gujarati News

મારે કોઈની જરૂર નથી ? માણસ ક્યારેય એકલો રહી શકતો નથી

Man sitting alone on bench

માણસ ક્યારેય એકલો રહી શકતો નથી. અરે, પશુ-પક્ષીઓ પણ એકલા રહી શકતા નથીઃ એકલતા આપણને ઓગાળી નાંખે છે અને એકાંત આપણને સમૃધ્ધ બનાવે છે

તમારા મારા જીવનમાં ક્યારેય પણ એવો વિચાર આવ્યો હશે કે, મારામાં તાકાત છે, મારે કોઈની જરૂર પણ નથી. આપણાં સહુના જીવનમાં દરેક લોકો મોટાભાગે ગરજ મતલબી હોય છે. કામ પત્યુ એટલે તમે કોણ ? અને હું કોણ ? બહુ મુરખ બન્યો હવે વધારે મુખર નથી બનવુ. મારે કામ હોય ત્યારે કોઈ કામમાં ન આવે. મેં બધાંના કામો દોડી-દોડીને કર્યા, ત્યારે રાત- દિવસ પણ જાયો નહોતો. આ દુનિયામાં કોઈ કોઈનું નથી. એકલા આવ્યા હતા અને એકલા જવાનું છે. મિત્રો, સંબંધીઓ માત્ર ખાવા પુરતા જ છે. મારે જે કરવુ હશે એ હું કરીશ. આજથી મારે કોઈની સાથે કોઈ સંબંધ રાખવો નથી. જાઈ લીધા બધાંને આવા વિચારો મોટાભાગે દરેકના જીવનમાં આવ્યા જ હશે !

સંબંધના આટાપાટા: (૬૪)-વસંત મહેતા


માણસ ક્યારેય એકલો રહી શકતો નથી. અરે, માણસ તો શું પશુ-પક્ષીઓ અને પ્રાણીઓ પણ એકલા રહી શકતા નથી. આપણે સૌ કોઈને કોઈની સાથે રહેવાવાળા છીએ. માણસને માણસ વિના ચાલતું જ નથી. આપણો જન્મ થાય ત્યારે માતાની નાડથી આપણને છૂટા પાડવામાં આવે છે. પરંતુ ત્યારબાદ તુરંત જ આપણને કોઈને કોઈ સાથે જાડવાનો પ્રયાસ કરતા આવ્યા છીએ. બાળકનો જન્મ થાય ત્યારે બાળક રડે છે. અને ત્યારે જ એને છાનુ રાખનાર કે હસાવનારની જરૂર પડે છે. આ પ્રકૃતિ માનવીની જન્મજાત રહેલી છે અને જીવનભર તે રહેવાની છે.

જીવનમાં આપણે બધાંએ આવા અનુભવ કર્યા હશે કે થયા હશે. અહીં એક યુવતી હંમેશા હસતી- હસતી પોતાના કામ પસાર કરે છે એને કોઈપણ કામ સોંપવામાં આવે તે હંમેશા હસતા મોં એ કામ પતાવી નાંખે છે. જયારે બીજી એક યુવતી છે જે હંમેશા કોઈપણ નાના કામથી પણ રડતી હોય છે અને હંમેશા બીજાને કહેતી ફરે છે હજુ આ કામ પત્યુ નથી ત્યાં બોસે કે સાહેબે બીજુ કામ સોંપી દીધુ. આમ અહીંએક યુવતી રડતી-રડતી કામ કરે છે તો બીજી ગમે તેટલુ કામ હોય તે હસતા મોંઢે કરી નાંખે છે.

એટલે આમ રડ્યા કરવાથી કામો પુરા થતા નથી પણ હસી મજાકમાં કામ પુરૂ ક્યારે થાય છે તેની ખબર જ પડતી નથી ! એકવાર બંને ભેગી થાય છે એટલે બીજીવાળી કહે તું શા માટે આખા ગામનો બોજા ઉઠાવીને ફરે છે. બિન્દાસ્ત રહે હસી મજાક કર મોં ફુલાવીને કે પછી રડતા-રડતા કામ કરવાથી તારા કામ ઓછા નહી થાય. તો તે કહે તને ખબર નથી મને જીવનમાં કેવા કેવા અનુભવો થયા છે જા જીવન છે તો અનુભવો તો થવાના જ પણ એકાદ-બે અનુભવો થાય એટલે આખી દુનિયા ખરાબ છે એમ માની લેવાની જરૂર નથી. આ માટે પહેલાં તારે આવા વિચારમાંથી બહાર આવવાની જરૂર છે નહિતર તું ક્યારેય મજાથી રહી જ નહીં શકે !

આ દુનિયામાં કેટલાં લોકો છે ? તને થોડાકનો અનુભવ થયો હશે પણ તે બીજાને અજમાવ્યા છે ખરાં ? આપણે છેને ઘણીવાર આંખો ઉપર અમુક રંગના ચશ્મા ચડાવી લેતા હોઈએ છીએ. અને પછી એમ માની લેતા હોઈએ છીએ કે, આખી દુનિયા એક જ રંગની છે. આવુ કરીએ ત્યારે વાંક દુનિયાનો નહિ પણ આપણાં ચશ્માનો છે. આ ચશ્મા ઉતારી બીજા ચશ્મા પહેરાવે તેવા મિત્રની જરૂર છે.
તમારા એકાંતને પ્રેમ કરો. એકલતા તો પોતાનાથી ભાગવાની પ્રવૃતિ છે. હું તો મારી નજીક આવુ છુ. એકલતા આપણને ઓગાળી નાંખે છે અને એકાંત આપણને સમૃધ્ધ બનાવે છે એકનો અંત લાવે છે. એકાંત એકલા પાડી દે તે એકલતા જા તમે તમારી જાતને ભરોસાપાત્ર માનો છો તો આખી દુનિયા ભરોસાપાત્ર છે એનું કારણ એ છે કે આપણે આ દુનિયાનો જ એક ભાગ છીએ. જા આપણે આપણને સારા માનતા હોઈએ તો પછી દુનિયાને ખરાબ કેવી રીતે માની શકીએ. ઈશ્વરે બીજા પશુ પક્ષીઓ કરતાં વધુ બુધ્ધી અને સમજ આપ્યા છે તેનો ઉપયોગ આપણે સૌથી પહેલાં આપણને સમજવા માટે કરવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.