મારે પણ હવે ફિલ્મ બનાવવી છે: અભિનેત્રી ટિ્વન્કલ ખન્ના

મુંબઇ, વિવેક અગ્નિહોત્રીની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ બોક્સ ઓફિસ પર તો સારી કમાણી કરી જ રહી છે, સાથે દર્શકોના દિલમાં પણ જગ્યા બનાવી છે. કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યારચારની કહાણી દર્શાવતી આ ફિલ્મની ખૂબ પ્રશંસા થઈ રહી છે અને અત્યારસુધીમાં ૨૩૭.૩૫ કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે.
આ વચ્ચે અક્ષય કુમારની પત્ની ટિ્વન્કલ ખન્નાએ ધ કાશ્મીર ફાઈલ્સને લઈને પ્રતિક્રિયા આપી છે. તેણે પોતાની લેટેસ્ટ કૉલમમાં વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ અંગે જાેવા મળી રહેલા ક્રેઝ પર કોમેન્ટ કરી છે અને મજાક કરી છે.
ટિ્વન્કલ ખન્નાએ મજાક ઉડાવતા લખ્યું છે કે, કોઈ અન્ય ફિલ્મમેકર્સ અન્ય શહેરોના નામ પર ફિલ્મોના નામ રજિસ્ટર કરાવવા માટે દોડ લગાવી રહ્યા છે, જેથી વિવેક અગ્નિહોત્રીની બરાબરી કરી શકે. ટિ્વન્કલ ખન્નાએ લખ્યું છે કે એક પ્રોડ્યૂસરની ઓફિસમાં મીટિંગ દરમિયાન મને જાણકારી આપવામાં આવી કે ધ કાશ્મીર ફાઈલ્સ’ને ટ્રિબ્યૂટ આપવા માટે નવા મૂવી ટાઈટલ્સનું પૂર આવ્યું છે.
ફિલ્મને શ્રદ્ધાંજલિને રૂપમાં નવા-નવા ટાઈટલ રજિસ્ટર કરવામાં આવી રહ્યા છે. મોટા શહેરો પર પહેલા જ દાવો કરવામાં આવી ચૂક્યો છે, હવે બીચારા લોકો અંધેરી ફાઈલ્સ, ખાર-ખંડા ફાઈલ્સ અને સાઉથ બોમ્બે ફાઈલ્સ જેવા નામ પણ નોંધાવી રહ્યા છે.
હું વિચારી રહી છું કે, શું મારા સહયોગી હજી પણ પોતાને ફિલ્મમેકર કરી શકે છે, કે પછી ફાઈલિંગની સાથે તેઓ બધા સાચા રાષ્ટ્રવાદી મનોજ કુમારની જેમ ક્લર્ક બની ગયા છે. ટિ્વન્કલ ખન્નાએ આગળ મજાક કરતાં લખ્યું છે કે, તે પણ હવે નેલ ફાઈલના નામથી એક ફિલ્મ બનાવવાનું વિચારી રહી છે.
ટિ્વન્કલ ખન્નાએ લખ્યું છે કે, તેણે આ ફિલ્મનો વિચાર મમ્મી ડિમ્પલ કપાડિયા સાથે શેર કર્યો હતો. જ્યારે ડિમ્પલ કપાડિયાએ પૂછ્યું કે તે, વિનાશકારી મેનિક્યોર પર તો નથી ને, ત્યારે ટિ્વન્કલે તેમને કહ્યું હતું કે, હા તેમ થઈ શકે છે.SSS