મારો મુસલમાન સાથે તે જ સંબંધ છે જે તેમનો મારી સાથે છે: યોગી આદિત્યનાથ

ગોરખપુર, યૂપી વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ ચરણના મતદાનના લગભગ એક સપ્તાહ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ટીવી ચેનલ સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે મુસલમાનોને ટિકિટ ના આપવા અને તેમના સાથે સંબંધોના સવાલ પર જવાબ આપ્યો હતો. યોગીએ કહ્યું હતું કે મારો મુસલમાન સાથે તે જ સંબંધ છે જે તેમનો મારી સાથે છે.
યૂપીમાં કોઇ મુસલમાન ઉમેદવારને ટિકિટ ના આપવાના સવાલ પર સીએમ યોગીએ કહ્યું કે મારો તેમની સાથે તે જ સંબંધ છે જે તેમનો મારી સાથે છે. યૂપી સરકારમાં અમારી સાથે એક મુસ્લિમ મંત્રી મોહસિન રજા છે. કેન્દ્ર સરકારમાં નકવી જી મંત્રી છે.
બીજા પણ આ પ્રકારના ચહેરા છે. આરિફ મોહમ્મદ ખાન કેરળના રાજ્યપાલ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. અમારો કોઇ ધર્મ, જાતિથી વિરોધ નથી પણ હા જેમનો વિરોધ ભારત અને ભારતીયતાથી હશે સ્વાભાવિક રીતે તે અમારા દુશ્મન છે. જે ભારતને પ્રેમ કરે છે. તેને ગળે લગાવીએ છીએ, સન્માન આપીએ છીએ.
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે જે લોકો ગરીબ કલ્યાણનો નારો આપે છે તેમનો ન્યાય જુઓ. ગરીબોના પેન્શન પણ હડપી જાય છે પણ અમે દરેક સાથે ન્યાય કર્યો છે. સપા સરકારમાં ગરીબોને ૧૮ હજાર મકાન મળ્યા હતા. જ્યારે બીજેપી રાજમાં ૪૩.૫ લાખ આવાસ મળ્યા છે.
આ બધા લોકોને મળ્યા છે, જેમાં મુસલમાન પણ સામેલ છે.સપા પર પ્રહાર કરતા સીએમ યોગીએ કહ્યું કે તેમનો વિચાર પરિવારથી આગળ જઈ શક્યો નથી. તેમનું નામ સમાજવાદી છે પણ પરિવારવાદી છે અને કામ કરે છે દંગાવાદી..તેમની પાસે શું આશા કરીએ.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અમારી સરકારમાં બધાને બરાબર સન્માન મળ્યું છે પણ તુષ્ટિકરણ કોઇનું કર્યું નથી. અમે રાજ્યના શાસનને ભારતના સંવિધાન અંતર્ગત ચલાવીશું. હું શૈવ પરંપરાથી છું જે ઝેર પીવે છે અને અમૃત વહેંચે છે. આ અમારી કાર્યશૈલી છે.HS