મારો હિન્દુત્વ બદલાયો નથી શિવસેનાનો બદલાયો છે: ફડનવીસ
મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેના વિરોધ પક્ષને બદલવાની રાજનીતિથી અંતર બનાવી રાખવાની ચેતવણી બાદ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે ફડનવીસે કહ્યું કે ઉદ્વવ ઠાકરે અમને ડરાવે નહીં પરંતુ તેને બદલે શાસન બતાવે. પૂર્વ મુખ્યમંત્રીએ મહારાષ્ટ્ર સરકારને રાજયમાં કોરોનાની સ્થિતિ બગડવા પર નિશાન સાધ્યું છે.ફડનવીસે કહ્યું કે આ ભગવાનની કૃપા છે કે મહારાષ્ટ્રમાં હજુ સુધી કોરોનાની બીજી લહેર આવી નથી અમે કયારેય પણ ખાનગી હુમલા કર્યા નથી જો ખાનગી હુમલાની વાત કરીએ તો શિવસેના નેતાએ મારી પત્ની પર આરોપ લગાવ્યો હતો પરંતુ મેં કયારેય તેના પર ટીપ્પણી કરી નથી.
ફડનીવસે પ્રિયંકા ચતુર્વેદી અને તેમની પત્ની અમૃતા ફડનવીસની વચ્ચે ટિ્વટર વોરનો ઉલ્લેખ કર્યો પત્રકાર ગોસ્વામી અને અભિનેત્રી કંગના રનૌતના સરકારની સાથે મતભેદ પર ફડનવીસે બંન્ને નિવેદનોથી પાર્ટીને દુર રાખી અને કહ્યું કે અમે પત્રકાર અર્નબ ગોસ્વામી અને કંગનાના વિચારોનું સમર્થન કરતાં નથી પરંતુ અમે સરકારની વિરૂધ્ધ બોલનારાઓને દબાવવાના વલણની વિરૂધ્ધ છે.
ફડનવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે કિસાનોથી કરેલા વચનો પુરા કર્યા નથી સુપ્રીમ કોર્ટ અને બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકારની ફટકાર લગાવી છે જે બતાવે છે કે રાજયમાં બંધારણીય મશીનરી તુટી રહી છે એ યાદ રહે કે મહારાષ્ટ્ર સરકારને એક વર્ષ પુુરા થવા પર શિવસેનાના મુખપત્ર સામાનાને ઉદ્વવ ઠાકરેની મુલાકાત આપી હતી.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ એ પણ કહ્યું કે અમારો હિન્દુત્વ બદલાયો નથી પરંતુ શિવસેનાએ તેને છોડી દીધો તેમણે શિવસેનાને સવાલ કર્યો કે તેમના વર્તમાન સાથીએ સાવકરની બાબતે જે કહ્યું છે તે તેને કેવી રીતે ભુલી શકે છે તે કોંગ્રેસની સાથે છે જે ગુપકર સમજૂતિનું સમર્થન કરે છે જેમાં ચીનની મદદથી કલમ ૩૭૦ને બહાલ કરવાની વાત કહેવામાં આવી છે.
આ મુલાકાતમાં ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે વિરોધ પક્ષો તરફથી તેને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે તેમણે કહ્યું કે અમે બદલાની રાજનીતિમાં વિશ્વાસ રાખતા નથી પરંતુ જાે તમે અમને મજબુર કરશો તે અમે પ્રતિશોધાત્મકતાની વિરૂધ્ધ સુદર્શન ચક્રનો ઉપયોગ કરીશું. ઉદ્વવ ઠાકરેએ એ પણ કહ્યું કે હું ચુપ છું પરંતુ તેનો અર્થ એ નથી કે નપુંસક છું જે રીતે લોકોના પરિવાર અને તેમના બાળકોને નિશાન કરવામાં આવી રહ્યાં છે તે મહારાષ્ટ્રની સંસ્કૃતિ નથી.HS