માર્કશીટ વિદ્યાર્થીઓની પ્રેશરશીટ બનવી જોઈએ નહી: વડાપ્રધાન મોદી

નવી દિલ્હી, નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિ પર યોજાયેલા એક ઓનલાઈન સંમેલનમાં વડાપ્રધાન મોદીએ પ્રવચન આપતા જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ ભારતની આશાઓ અને જરુરિયાતોને પૂરી કરશે. નવી શિક્ષણ નીતિથી નવા યુગનુ નિર્માણ અને દેશને નવી દિશા મળશે.
તેમણે કહ્યુ હતુ કે, નવી શિક્ષણ નીતિ સામે ઘણા લોકોના મનમાં ઘણા સવાલ છે અને ખાસ કરીને તેનાથી શિક્ષણમાં શઉં બદલાવ આવશે તે બધા જાણવા માંગે છે.નવી શિક્ષણ નીતિમાં બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરાયુ છે.એક પરીક્ષા અને એક માર્કશીટ બાળકોના માનસિક વિકાસનો પૂરાવો બની શકે નહીં.આજે માર્કશીટ બાળકો માટે પ્રેશરશીટ બની ચુકી છે.બાળકો જ્યારે રમતા હોય ત્યારે પણ કશું શીખતા હોય છે.જોકે બાળકોને માતા પિતા મોટાભાગે એવુ નથી પુછતા કે તમે શું શીખ્યા.. બાળકોને તેઓ પૂછતા હોય છે કે કેટલા માર્કસ આવ્યા.
વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે, ભાષા શિક્ષાનુ માધ્યમ છે પણ ભાષા જ શિક્ષા નથી.જે ભાષામાં બાળકો શીખી શકતા હોય તે ભાષામાં જ શિક્ષણ અપાવુ જોઈએ.દુનિયામાં દરેક ક્ષેત્રમાં બદલાવ આવ્યા છે પણ ભારતમાં આજે પણ શિક્ષણ વ્યવસ્થા જુની પુરાણી ઢબે ચાલી રહી છે.
તેમણે બાળકોને પાંચ સી અને પાંચ ઈનો મંત્ર આપતા કહ્યુ હતુ કે, 21મી સદીમાં વિદ્યાર્થીઓની સ્કિલમાં ક્રિટિકટ થિન્કિંગ, ક્રિએટીવીટી, કોલાબ્રેશન, ક્યુરિયોસિટી અને કોમ્યુનિકેશન સામેલ હોવુ જરુરી છે.એ જ રીતે શિક્ષણમાં નવી રીતો સામેલ કરવી પડશે.નવા શિક્ષણમાં પાંચ ઈ એટલે કે એંગેજ, એક્સપ્લોર, એક્સપિરિયન્સ, એક્સપ્રેશ અને એક્સલ મહત્વના રહેશે.