માર્કેટને કોરોના: કવોરોન્ટાઈન થયો ધંધો
(પ્રતિનિધિ) અમદાવાદ,
ભારત સહિત વૈશ્વિકસ્તરે કોરોનાને કારણે કામ-ધંધા ઠપ થઈ ગયા હતા તેમાં હજુ કોઈ સુધારો થયો નથી અને દિવાળી સુધીમાં તેમાં સુધારા અંગે કોઈ અવકાશ નથી તેમ બજારના જાણકારોનું કહેવુ છે. દિવાળી સારી જાય તેવા કોઈ અણસાર નથી અને માર્કેટની સ્થિતિ તો ભગવાન જાણે ?? નવાવાડજ અખબારનગર ખાતે આવેલ લાડલી જંકશન ખૂબજ પ્રસિધ્ધ શો રૂમ છે જેમાં ફેન્સીસાડી, ચણીયાચોળી, રેડીમેઈડ ડ્રેસનું વેચાણ થાય છે પ્રતિવર્ષ તહેવારોમાં અહીંયા ભીડ ઉમટી પડે છે. મહિલાઓની પ્રથમ પસંદગી આ સ્થળ છે તેવુ કહેવુ જરાય ખોટુ નથી પરંતુ કોરોનાને કારણે આ વખતે ઘરાકી જાેવા મળતી નથી. તમામ ધંધાઓમાં મંદીની સ્થિતિ છે. લાડલી જંકશનના ભૂપેન્દ્રભાઈનું કહેવુ છે કે અત્યારે જાણે કે માર્કેટને કોરોના થઈ ગયો છે માર્કેટ કર્વારોન્ટાઈન થઈ ગયુ છે. તહેવારોમાં કોઈને વાત કરવાનો સમય હોતા નથી આજે પરિસ્થિતિ કંઈક અલગ છે. બળેવ, જન્માષ્ટમી જેવા તહેવારો દરમિયાન મોટા પ્રમાણમાં ઘરાકી નીકળતી હોય છે પરંતુ આ વખતે માત્ર ૧પ થી ર૦ ટકા ઘરાકી નીકળી છે. તહેવારો આવીને જતા પણ રહયા. પરંતુ ગ્રાહકો જાેવા મળ્યા નથી માર્કેટનો સિનારિયો કેવો છે?? તે અંગે પૂછતા તેમણે સ્પષ્ટ રેખાચિત્ર આપતા જણાવ્યુ હતુ કે ગ્રાહકો નથી તેથી શો રૂમના માલિકો પણ ચિંતામાં છે આવક નહી થતા સ્ટાફના પગારમાં કાપ મૂકવો પડે છે. હાલમાં અમદાવાદના માર્કેટમાં બે પ્રકારની થિયરી ચાલે છે એકતો કામ કરતા કર્મચારીઓને ૧પ દિવસનો જ પગાર અપાય છે. મહિનાના ૩૦ દિવસ આવવુ હોય તો પણ છૂટ પરંતુ પગાર માત્ર ૧પ દિવસનો. તેવી જ રીતે દિવાળી સુધી નકકી થયેલા દિવસો અને સમય પ્રમાણે ૬૦ ટકા પગારની ચુકવણી કરાશે આમ માર્કેટમાં આ પ્રકારની પધ્ધતિ ચાલી રહી છે. જાે ગ્રાહકો નહી આવે તો ખૂબ જ ખરાબ સ્થિતિ માર્કેટની થઈ શકે છે. ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં રપ દિવસ સુધી કામ કરવુ પડતુ હતુ આજે ઓગષ્ટમાં ગ્રાહકો જાેવા મળ્યા નથી જે ધંધો થાય છે તેમાં તો ખર્ચા- પાણી નીકાળવા મુશ્કેલ થઈ જાય તેમ છે.