માર્કેટમાં વિશ્વાસનો અભાવ : મોટા વેપારીઓએ નાના વેપારીઓને વ્યાજે રૂપિયા આપવાનું બંધ કર્યુ??

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, કોરોનાને કારણે લોકડાઉન પછી અનલોકમાં પણ અર્થતંત્રની ગતિમાં જાેઈએ એટલો વધારો થયો નથી. ખાસ તો વેપારીઓના જુના સઘરાણીના પૈસા હજુ પરત આવ્યા જ નથી. તે ફસાયલા છે તો બીજી તરફ માર્કટમાૃ મોટા વપારીઓ પાસેથી નાના વેપારીઓ ધંધો ચલાવવા માટે અડધાથી દોઢ ટકા વ્યાજે રૂપિયા મેળવતા હતા. તે બંધ થઈ ગયુ છે. મતલબ એ કે મોટા વેપારીઓએનાના વેપારીઓને વ્યાજ રૂપિયા આપવાનું બંધ કરી દીધુ છે.
![]() |
![]() |
માર્કેટમાં વિશ્વાસના અભાવને કારણે વ્યાજેફ ફરતા પૈસા બંધ થઈ ગયા છે. ખાસ કરીને કરિયાણા બજાર, વાસણ બજાર સહિતના બજારોમાં આ પ્રકારની સ્થિતિ પ્રવર્તતી હતી. તો કાપડવ બજારમાં તો તેનાથી પણ હાલત ખરાબ છે. કેટલાંય વેપારીઓના નાંણા ડુબ્યા છે. ચેકો બાઉન્સ થયાની ફરીયાદો પણ ઉઠી રહી છે. પરિસ્થિતિ એ આવી છે કે નાના વેપારીઓ ટકી રહેવા માટે ૧૦ ટકા કરતા વધારે પણ વ્યાજ આપવા તૈયાર થઈ રહ્યા છે.
કાયદેસર રીતે આ પ્રકારે વ્યાજ લઈ શકાતુ નથી. પરંતુ આપણે ત્યાં બજારોમાં મોટા મોટા વેપારીઓ નાના વેપારીઓને અડધાથી એક ટકા વ્યાજે નાણાં ધીરતા હોય છે. વર્ષોથી આ પ્રથા ચાલતી આવી છે. નાના વેપારીઓ બજારમાંથી જ મોટા વેપારીઓ પાસેથી ઉધાર રૂંપિયા લેતા હોય છે. પરંતુ કોરોનાને કારણે રૂપિયા પરત આપવામાં સમય જશે. અગર તો નહીં આવે તો એવા ડરથી વ્યાજે રૂપિયા આપવાનુ લગભગ બંધ થઈ ગયુ છે. જેનાથી નાના વેપારીઓ કફોડી હાલતમાં મુકાઈ ગયા હોવાની વાત માર્કેટમાં ચર્ચાઈ રહી છેે.