માર્ગ અકસ્માતથી થતા મોતને રોકવા સરકારના પ્રયાસો જારી
અમદાવાદ: ગૃહ રાજ્યમંત્રી એ કહ્યું કે, માર્ગ અકસ્માતથી થતા મૃત્યુઆંક તેમજ આજીવન દિવ્યાંગતા ઘટાડવાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. માર્ગ સલામતી માટે મહત્વપૂર્ણ એવા ૪-ઈ (એજ્યુકેશન,ઇન્ફોર્સમેન્ટ, એન્જીનીયરીંગ અને ઇમર્જન્સી રીસ્પોન્સ) ને કેન્દ્રમાં રાખીને સરકારના વિવિધ વિભાગો દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. માનવ જિંદગી અમુલ્ય છે, માર્ગ અકસ્માતથી એકપણ જાનહાનિ થાય નહી તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મહુવડ-રણુ ચોકડી પર ટેમ્પો અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત થતા ૧૩જેટલા ઇસમોના કમકમાટીભર્યા મોત થયા છે અને ૨૦ જેટલા ઇસમો ઇજાગ્રસ્ત થયા છે.
આ ગંભીર અકસ્માતથી આમ જનતામાં ભારે ગમગીની પ્રવર્તી રહી છે ત્યારે આવા અકસ્માતો ન સર્જાય અને મૃતકના પરિવારજનોને આર્થિક સહાય મળે તે માટે રાજ્ય સરકારે લીધેલાં કે લેવા ધારેલાં પગલાં’’ સંદર્ભે વિધાનસભા ગૃહમાં નિયમ-૧૬ હેઠળની મુખ્યમંત્રીનું (ગૃહનું) ધ્યાન દોરતી સુચના સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,
આ એક દુખઃદ ઘટના છે વડોદરા જિલ્લાના અકસ્માતની જાણ થતાં જ અકસ્માતની ગંભીરતા ધ્યાને લઇને પોલીસ અધિક્ષકએ સ્થળની તાત્કાલિક મુલાકાત લીધી હતી. આ ગંભીર અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા એફએસએલ અને આરટીઓ અધિકારીએ પણ બનાવ સ્થળની મુલાકાત લઈ રીપોર્ટ આપ્યો છે. ડમ્પરના ચાલક વિરૂદ્ધ સાપરાધ મનુષ્યવધનો આઇપીસી કલમ- ૩૦૪ , ૨૭૯, ૩૩૭ , ૩૩૮ અને એમવી એકટ કલમ ૧૭૭, ૧૮૪ , ૧૩૪ અને ૧૮૭ હેઠળ ગુનો દાખલ કરીને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે,