માર્ગ અકસ્માતમાં પંજાબના બે કિસાનોના મોત નિપજયાં
નવીદિલ્હી, કેન્દ્રીય કૃષિ કાનુનોનો વિરોધ કરી રહેલ કિસાન સીમા પર એકત્રિત થયા છે.કેટલાક કિસાનો એવા છે જે પોતાની જીવનજરૂરીયાતની વસ્તુ લઇ વિરોધમાં સામેલ થયા છે તો કેટલાક એવા છે જે થોડા સમય માટે આવ જાત કરતા રહે છે આવામાં બે કિસાનોના એક માર્ગ અકસ્માતમાં મોત નિપજયા છે. હરિયાણાના કરનાલ જીલ્લાના તરૌરી શહેરની પાસે દિલ્હી ચંડીગઢ રાજમાર્ગ પર સવારે દિલ્હીના સિંધુ સીમાથી પાછા ફરી રહેલ બે કિસાનોના માર્ગ અકસ્માતમાં મોત નિપજયા છે કહેવાય છે કે વાણિજિયક વાહને તેમની ટ્રેકટર ટ્રેલરને ટક્કર મારી હતી.
મૃતક કિસાનોની ઓળખ પંજાબના પટિયાલા જીલ્લાના સફેરા ગામના નિવાસી ગુરપ્રીત સિંહ ઉવ ૨૪ અને લવ સિંહ ઉવ ૬૫ના રૂપમાં કરવામાં આવી છે.આ ઘટનામાં એક જ ગામના ત્રણ અન્ય કિસાનોને ઇજા પહોંચી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પોલીસે કહ્યું કે પ્રારંભિક તપાસ અનુસાર ઘટના આજે સવારે લગભગ બે વાગે થઇ જયારે કોઇ વાહને ટ્રેકટર ટ્રોલીને પાછળથી ટકકર મારી હતી આથી ટ્રોલી રાજમાર્ગ પર પલટી ગઇ હતી. ગુરપ્રીતનું ઘટના સ્થળે જ મોત નિપજયુ ંહતું જયારે લવ સિંહનું હોસ્પિટલ જતા રસ્તામાં મોત થયું હતું ઇજા પામેલા કિસાનને કરનારની કલ્પના ચાવલા સરકારી મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા તાં. ટ્રેલરમાં સામેલ સફેરાના એક કિસાન નરેન્દ્રસિંહે કહ્યું કે ગુરપ્રીત કુવારો હતો અને એકમાત્ર સંતાન હતો પોલીસે કહ્યું કે શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અજાણ્યા વ્યક્તિની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.HS