માર્ગ અકસ્માતમાં ભાજપના નેતા અને ઉદ્યોગપતિનું મોત

દ્વારકા, દ્વારકા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના અગ્રણી મનસુખ પરમારનું માર્ગ અકસ્માતમાં મોત થતાં સમગ્ર જિલ્લા પંથકમાં શોકની લાગણી ફરી વળી છે. જિલ્લામાં હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા મનસુખ પરમારનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે.
દ્વારકા જિલ્લા સતવારા સમાજના યુવા અગ્રણીના મોતથી સમાજમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. ગઈ સાંજે રાજકોટ નજીક પડધરી પાસે માર્ગ અકસ્માતમાં મનસુખ પરમારનું મોત થયું હતું. જ્યારે તેમના પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી છે.HS