Western Times News

Gujarati News

માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મોત દિલ્હીમાં: ૧૬૯૦ મોત

નવી દિલ્હી, દિલ્હીના માર્ગો ફરી એકવાર સમગ્ર દેશમાં સૌથી ખતરનાક અને જીવલેણ તરીકે સાબિત થયા છે. કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી ગયા વર્ષે દેશભરમાં થયેલા માર્ગ અકસ્માતને લઇને આંકડા જારી કરી દીધા છે. માર્ગ અકસ્માત સાથે સંબંધિત મામલામાં તપાસ કરવામાં આવ્યા બાદ આ આંકડા જારી કરવામાં આવ્યા છે. જે ચોંકાવનારા રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીમાં ગયા વર્ષે માર્ગ અકસ્માતોમાં સૌથી વધારે લોકોના મોત થયા છે. સૌથી વધારે લોકોએ દિલ્હીમાં જાન ગુમાવી છે. દેશભરમાં માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં માર્ગ અકસ્માતોનો સિલસિલો જારી રહ્યો છે.

દરરોજ મોટી સંખ્યામાં અકસ્માતો થઇ રહ્યા છે. માર્ગ અકસ્માતોંમાં ઘટાડો કરવા માટે કામ કરી રહેલી સંસ્થા સેવ લાઇફ ફાઉન્ડેશનના કહેવા મુજબ પરિવહન મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૮માં થયેલા રોડ ક્રેશ અને મોતના સંબંધમાં પુરતી માહિતી જુદા જુદા રાજ્યોમાંથી એકત્રિત કરીને આપી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૮માં દિલ્હીમાં ૬૫૧૫ માર્ગ અકસ્માતો નાના અને મોટા થઇને નોંધાયા હતા. જેમાં ૬૦૮૬ લોકો ઘાયલ થયા હતા અને ૧૬૯૦ લોકોના મોત થયા હતા. માર્ગ અકસ્માતોમાં મોતના મામલે ચેન્નાઇ, કાનપુર, જયપુર, અને બેંગલોરનો પણ સમાવેશ સૌથી વધારે અકસ્માતો અને મોતના મામલે નોંધાયેલા છે. આ શહેરોના ક્રમ ક્રમશ રહેલા છે. દિલ્હીમાં તો વર્ષ ૨૦૧૭ની તુલનામાં માર્ગ અક્સામોતની સંખ્યામાં ૫.૮૮ ટકા સુધીનો વધારો થઇ ગયો છે. જ્યારે માર્ગ અકસ્માતોમાં થનાર મોતના આંકડામાં ૬.૬૯ ટકા સુધીનો વધારો થયો છે. આજે પણ માર્ગ અકસ્માતો સતત થઇ રહ્યા છે.

અકસ્માતોમં મૃત્યુ પામેલા લોકોમાં મોટા ભાગના લોકોની વય ૧૮થી ૩૫ વર્ષની વચ્ચેની રહેલી છે. જ્યારે ૩૫થી ૪૫ વર્ષની વચ્ચેની વયના લોકોની સંખ્યા ૨૧.૬ ટકા રહેલી છે. ઓવર સ્પિડીંગ અને અન્ય કારણોસર અકસ્માતો થઇ રહ્યા છે. ઓવર સ્પીડ મુખ્ય કારણ તરીકે છે. રોન્ગ સાઇડ પર ડ્રાઇવિંગ, ડ્રકન ડ્રાઇવિંગ, અને મોબાઇલ પર વાતચીત કરતી વેળા ડ્રાઇવિંગના કારણે અકસ્માતો વધારે પ્રમાણમાં થાય છે. સેવ લાઇફ ફાઉન્ડેશષન દ્વારા કેટલાક પગલા લેવાની પણ વાત કરી છે. તેના કહેવા મુજબ માર્ગ અક્સમાતોમાં સૌથી વધારે મોત એ રાજ્યોમાં થયા છે જ્યાં મોટર વ્હીકલ એક્ટમાં થયેલા સુધારાનો વિરોધ કરીને દંડની રકમ વધારી દેવામાં આવી નથી.રાજ્યોને ગંભીરતાની સાથે નવા નિયમો પાળવાની દિશામાં આગળ વધવુ જોઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.