માર્ચમાં સાયન્સસિટીથી થોળ-વૈષ્ણોદેવી સુધી હેલિકોપ્ટર રાઇડ્સ શરૂ કરવાની તૈયારી
અમદાવાદ, અમદાવાદીઓ હેલિકોપ્ટરમાં બેસીને એરિયલ વ્યૂની મજા માણે એના માટે સાબરમતી રિવરફ્રન્ટથી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સુધી જોય રાઈડ એરોટ્રાન્સ કંપની દ્વારા શરૂ કરવામાં આવી છે. માર્ચ 2022થી સાયન્સસિટીથી થોળ અને અદાણી શાંતિગ્રામ(વૈષ્ણોદેવી સર્કલ) તરફની જોય રાઈડ શરૂ કરવામાં આવી શકે છે.
એરોટ્રાન્સ એર ચાર્ટર સર્વિસ પૂરી પાડતી કંપનીના ડાયરેક્ટર રાજીવ ગાંધીએ જણાવ્યું હતું કે અત્યારે સાબરમતી રિવરફ્રન્ટથી જોય રાઈડ શરૂ કરવામાં આવી છે, જેમાં દર શુક્રવાર અને શનિવારે રાઈડ ચાલે છે, જે તમામ ફુલ જાય છે. ગત જાન્યુઆરી મહિનામાં પણ તમામ રાઈડ્સ ફુલ હતી, એમાં 600 લોકોએ આ જોય રાઈડની મજા માણી હતી.
આગામી માર્ચ મહિનાથી સાયન્સસિટીથી નવો રૂટ શરૂ થશે, જેના માટે ATC પરમિશન વગેરેની પ્રક્રિયા ચાલે છે. ઝડપથી આ રૂટ શરૂ થશે, જેમાં એક દિવસ રિવરફ્રન્ટ અને એક દિવસ સાયન્સસિટીથી ચાલશે.