માર્ચ-એપ્રિલથી ચલણમાં નહી રહે 100 રૂપિયાની જૂની નોટો
નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના સહાયક મહાપ્રબંધક (AGM) મહેશે ગુરુવારે 22 જાન્યુઆરીએ કહ્યું કે 100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની ચલણી નોટોની જૂની સીરીઝ ધીમે ધીમે RBI પરત લેવાની યોજના બનાવી રહી છે. આ સાથે જ આ ચલણી નોટો માર્ચ-એપ્રિલ સુધીમાં ચલણમાંથી બહાર થઇ જશે.
તેમણે જિલ્લા પંચાયતના નેત્રાવતી હૉલમાં ડિસ્ટ્રીક્ટ લીડ બેન્ક દ્વારા આયોજિત જિલ્લા સ્તરીય સુરક્ષા સમિતિ (DLSC) અને જિલ્લા સ્તરીય મુદ્રા પ્રબંધન સમિતિ (DLMC)ની બેઠક દરમિયાન આ અંગે માહિતી આપી.
10 રૂપિયાનો સિક્કો રજુ કર્યાને વર્ષ થયાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે મોટાભાગના વેપારીઓ અને ધંધાર્થીઓ હવે 10 રૂપિયાના સિક્કા નથી સ્વીકારી રહ્યા જેને લીધે બેંકો અને આરબીઆઇ માટે સમસ્યાઓ ઉભી થઇ રહી છે અને બેંકમાં સિક્કાઓનું ભારણ વધી રહ્યું છે.
તેમણે 10 રૂપિયાના સિક્કાના નિકાલ, 10 રૂપિયાના સિક્કા હવે માન્ય નથી રહ્યા હોવાની અફવાહોને પહોંચી વળવા અને સિક્કાઓ નકલી નથી પરંતુ હજુ પણ માન્ય છે તેવી લોકજાગૃતિ માટે કોઈ રચનાત્મક રસ્તા અંગે પણ સવાલ પણ કર્યો છે.
જૂની સીરીઝ વાળી 100 રૂપિયાની ચલણી નોટ માર્ચના અંત સુધી સંપૂર્ણ રીતે પરત લઇ લેવામાં આવશે. આ નોટ પાછલા 6 વર્ષોથી પ્રિન્ટ કરવામાં આવી છે. જો કે RBIનો હેતુ આ નોટોને ફરીથી પરત મેળવવાનો છે જે પહેલા છપાઇ હતી. ચલણમાં જૂની નોટોને ચરણબદ્ધ કરી દેવામાં આવી છે અને માર્ચના અંત સુધી પૂરી કરી દેવામાં આવશે.