માર્ચ સુધી ફ્રીમાં અનાજ અને કેશ મળી શકે છે અહેવાલ
નવી દિલ્હી: દેશભરમાં ફેલાયેલા કોરોના મહામારીના આર્થિક પ્રભાવનો સામનો કરવા માટે સરકાર પ્રોત્સાહન પેકેજ ૩.૦ લાવવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ, સરકાર આ પેકેજમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના ફાયદાને આગામી વર્ષ માર્ચ સુધી વધારી શકે છે.
જૂન સુધી ચાલનારી આ સ્કીને સરકારે નવેમ્બર સુધી લંબાવી દીધી હતી
કેન્દ્ર સરકાર સામાજિક સુરક્ષા માટે આ યોજનાની અવધિને વધારવાનો પ્લાન બનાવી રહી છે. જૂન સુધી ચાલનારી આ સ્કીને સરકારે નવેમ્બર સુધી લંબાવી દીધી હતી. નોંધનીય છે કે, દેશની ગરીબ જનતાને કોરોનાવાયરસ મહામારીથી બચવા માટે સરકારે યોજનાની ઘોષણા માર્ચમાં કરી હતી.
પહેલા આ યોજનાને જૂન સુધી લાગુ કરવામાં આવી હતી, પરંતુ દેશની સ્થિતિને જોતાં સરકારે તેને નવેમ્બર ૨૦૨૯ સુધી વધારવાની જાહેરાત કરી અને હવે ફરી એકવાર અહેવાલો છે કે સરકાર આ યોજનાના ફાયદાને માર્ચ સુધી વધારી શકે છે. લાઇવમિન્ટના અહેવાલ મુજબ,
૩ કરોડ ગરીબ સીનિયર સિટીઝન, વિધવા અને દિવ્યાંગોને કેશ ટ્રાન્સફર સ્કીમને પણ સામેલ કરી શકે છે
આ યોજનામાં સરકાર કેશની સાથોસાથ અનાજ આપવાની સમય મર્યાદા પણ વધારી શકે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે પ્રોત્સાહન પેકેજ ૩.૦માં માંગ વધારનારા અને સામાજિક સુરક્ષા આપનારા ઉપાયો પર ફોકસ કરવામાં આવ્યું છે.
કેશ ટ્રાન્સફર સ્કીમને સામેલ કરવામાં આવી શકે છેરિપોર્ટ મુજબ, ત્રીજા પ્રોત્સાહન પેકેજમાં સરકાર ૨૦ કરોડ જનધન ખાતા અને ૩ કરોડ ગરીબ સીનિયર સિટીઝન, વિધવા અને દિવ્યાંગોને કેશ ટ્રાન્સફર સ્કીમને પણ સામેલ કરી શકે છે.
ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત ૧૧ અન્ય રાજ્યોમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે.
આ કેશ ટ્રાન્સફર સ્કીમ પણ હિસ્સો છે. રિપોર્ટ મુજબ, સરકાર ટૂંક સમયમાં આ પેકેજને લાવી શકે છે અને સરકારને આ પેકેજના રાજકીય પરિણામ પણ મળી શકે છે. બિહાર ચૂંટણી પહેલા આ પેકેજ જાહેર થઈ શકે છે. આ ઉપરાંત ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત ૧૧ અન્ય રાજ્યોમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે.